________________
ચૈત્યવદન મહાભાષ્ય
અભાવ, (૪) સંસારમાં પરિભ્રમણ કરતાં ક્યારે પણ ન મળી હોય તેવી જિનવંદના કરવા મળી છે ઈત્યાદિ આનંદનો અભાવ, (૫) સંસાર ભયનો અભાવ. આ દ્રવ્યવંદનાનાં લક્ષણો છે. આનાથી વિપરીત લક્ષણો ભાવવંદનાના છે. અર્થાત્ ઉપયોગ, અર્થવિચારણા, ગુણબહુમાન, આનંદ અને સંસારભય ભાવવંદનાનાં લક્ષણો છે. કારણકે મનુપયોગો દ્રવ્યમ્ = ઉપયોગનો અભાવ દ્રવ્ય છે એવું શાસ્ત્રવચન છે. આમાં ઉપયોગ સામાન્ય લક્ષણ છે. બાકીનાં લક્ષણો તેના (ઉપયોગરૂપ સામાન્યના) વિશેષરૂપ છે.
દશમી ગાથામાં કાળે ચૈત્યવંદન કરવું જોઈએ એમ કહ્યું છે. આથી અહીં ચૈત્યવંદન કાળ જણાવ્યો છે. સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સંધ્યા વંદનાનો કાળ છે, અર્થાત્ સવારે, બપોરે અને સાંજે એમ ત્રણ વખત ચૈત્યવંદન કરવું જોઈએ. સવારે સૂર્યોદય બાદ, બપોરે મધ્યાહ્ન કાળે અને સાંજે સૂર્યાસ્ત પહેલાં ચૈત્યવંદન કરવું જોઈએ. (૧૧)
भावजिणप्पमुहाणं, सव्वेसिं चेव वंदणा जइ वि। जिणचेइयाण पुरओ, कीरइ चिइवंदणा तेण ॥१२॥ भावजिनप्रमुखानां सर्वेषां चैव वन्दना यद्यपि ।
जिनचैत्यानां पुरतः क्रियते चैत्यवन्दना तेन ।।१२।। ' જો કે ભાવજિન આદિ સર્વ જિનોને જ વંદના કરાય છે. તો પણ જિનચૈત્યોની સમક્ષ વંદના કરાતી હોવાથી એ વંદનાને ચૈત્યવંદના કહેવાય છે.
વિશેષાર્થ – “ભાવજિન આદિ” એ સ્થળે આદિ શબ્દથી નામજિન, સ્થાપનાજિન અને દ્રવ્ય જિન સમજવા. - વંદના જિનને કરાતી હોવાથી એ વંદનાને જિનવંદના કહેવી જોઈએ, તો પછી એ વંદનાને ચૈત્યવંદના કેમ કહેવામાં આવે છે ? એ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં કહેવામાં આવ્યો છે. અહીં ચૈત્ય એટલે મૂર્તિ કે . બિંબ. વંદના જિનચૈત્યોની જિનબિંબોની સમક્ષ કરાતી હોવાથી ચૈત્યવંદના કહેવાય છે. (૧૨)
૧ ૧