________________
ચૈત્યવદન મહાભાષ્ય
एते अहिगारिणो इह, ण उ सेसा दव्वओ वि जं एसा । इयरीइ जोग्गयाए, सेसाण उ अप्पहाण त्ति ।।७।।
અપુનબંધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરત અને સર્વવિરત એ ચાર પ્રકારના જીવો ભાવવંદન માટે યોગ્ય છે. (૩ સેસી =) બાકીના માર્ગાભિમુખ, માર્ગપતિત, સમૃદુબંધક અને બીજા બધા મિથ્યાષ્ટિઓ વંદન માટે અયોગ્ય છે. આ જીવો ભાવવંદના માટે તો અધિકારી-યોગ્ય નથી, પણ દ્રવ્યવંદના માટે પણ યોગ્ય નથી. કારણકે દ્રવ્યવંદના પણ તો જ થઈ શકે, જો તે દ્રવ્યવંદના ભવિષ્યમાં ભાવવંદના કરાવવાનું સામર્થ્ય ધરાવતી હોય. • •
ભાવાર્થ – દ્રવ્યવંદનાના બે પ્રકાર છે. (૧) પ્રધાન દ્રવ્યવંદના અને (૨) અપ્રધાન દ્રવ્યવંદના: જે દ્રવ્યવંદના ભાવવંદનાનું કારણ બને તે પ્રધાન દ્રવ્યવંદના. જે દ્રવ્યવંદના ભાવવંદનાનું કારણ ન બને તે અપ્રધાન દ્રવ્યવંદના. તેમાં પ્રધાન દ્રવ્યવંદનાવાળા જીવો વંદનાના અધિકારી છે. કારણ કે તે જીવો દ્રવ્યવંદના કરતાં કરતાં ભાવવંદનાને કરનારા બની જાય છે. આથી અપુનબંધક જીવોની વંદના દ્રવ્યવંદના હોવા છતાં પ્રધાન દ્રવ્યનંદને હોવાથી તે જીવો વંદનાના અધિકારી છે. (સેસUT ૩) જ્યારે માર્ગાભિમુખ વગેરે જીવોની વંદના (મપણUTI) અપ્રધાન દ્રવ્યવંદના છે. આથી તે જીવો દ્રવ્યવંદના કરતાં કરતાં ભાવવંદના કરનારા બનવાના જ નથી. કારણકે તેમનામાં હજી જોઈએ તેટલો કર્મમલનો ઘટાડો થયો હોતો નથી. આથી તે જીવો ભાવવંદનાની વાત તો દૂર રહી, દ્રવ્યવંદનાના પણ અધિકારી નથી.
પંચાશક ગ્રંથમાં ચૈત્યવંદન પંચાશકની નવમી ગાથામાં દ્રવ્યવંદના અને ભાવવંદનાનાં લક્ષણો જણાવ્યાં છે. તે આ પ્રમાણે–
लिंगा ण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो ।
णो विम्हओ ण भवभयमियवच्चासो य दोण्हं पि ।।९।।
(૧) ચૈત્યવંદનમાં ઉપયોગનો અભાવ, (૨) સૂત્રોના અર્થોની વિચારણાનો અભાવ, (૩) વંદનીય અરિહંત આદિના ગુણો ઉપર બહુમાનનો
૧૦