________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
अहिगारिणा उ काले, कायव्वा वंदना जिणाईणं । दंसणसुद्धिनिमित्तं, कम्मक्खयमिच्छ्रमाणेण ॥१०॥ अधिकारिणा तु काले कर्त्तव्या वन्दना जिनादीनाम् । दर्शनशुद्धिनिमित्तं कर्मक्षयमिच्छता ।। १० ।।
કર્મક્ષયને ઈચ્છતા એવા અધિકારીએ દર્શનની શુદ્ધિ નિમિત્તે કાળે જિનાદિને વંદના કરવી જોઈએ.
વિશેષાર્થઃ– આ ગાથામાં ત્રણ બાબતો જણાવી છે.
(૧) વંદના કોણે કરવી જોઈએ એ પ્રશ્નના સમાધાનમાં જણાવ્યું છે કે વંદના કરવા માટે જે અધિકારી (યોગ્ય) હોય તેણે વંદના કરવી જોઈએ. (૨) વંદના શા માટે કરવી જોઈએ ? એ પ્રશ્નના સમાધાન માટે અહીં જણાવ્યું છે કે— સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે વંદના કરવી જોઈએ. તથા “કર્મક્ષયને ઈચ્છતા” એમ કહીને કર્મક્ષય માટે વંદના કરવી જોઈએ એમ જણાવ્યું છે. . (૩) વંદના ક્યારે કરવી જોઈએ એ પ્રશ્નના ઉત્તરમાં અહીં કહ્યું છે કે— શાસ્ત્રમાં વંદનાનો જે કાળ બતાવ્યો છે, તે કાળે વંદના કરવી જોઈએ. (૧૦) संघेगयरो जीवो, अहिगारी वंदनाएँ तत्तेणं । कालो य तिन्नि संझा, सामन्त्रेणेत्थ वित्रे || ११|| सबैकतरो जीवोऽधिकारी वन्दनायां तत्त्वेन । कालश्च तिस्रः सन्ध्याः सामान्येनात्र विज्ञेयः ।। ११।।
પરમાર્થથી સંઘનો કોઈ પણ જીવ વંદનાનો અધિકારી છે કરવા માટે યોગ્ય છે. સામાન્યથી ત્રણ સંધ્યા વંદનાનો કાળ જાણવો.
= વંદના
વિશેષાર્થઃ– દશમી ગાથામાં અધિકારીએ વંદના કરવી જોઈએ એમ કહ્યું છે આથી અહીં વંદનાનો અધિકારી કોણ છે તે જણાવ્યું છે. આ વિષે પંચાશક ગ્રંથમાં ચૈત્યવંદન પંચાશકની સાતમી ગાથામાં નીચે મુજબ જણાવ્યું છે—
૯