________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
ये तीर्थकरप्रणीता भावास्तदनन्तरैः परिकथिताः । बहुशोऽपि तेषां परिकीर्त्तनेन पुण्यं लभते पुष्टिम् ||८||
તીર્થંકરો વડે રચાયેલા અને તીર્થંકરો પછી થયેલા ગણધર વગેરે મહાપુરુષોથી કહેવાયેલા જીવાદિભાવોને (= પદાર્થોને) વારંવાર પણ કહેવાથી પુણ્ય પુષ્ટ બને છે.
વિશેષાર્થઃ– કોઈ અહીં પ્રશ્ન કરે કે– પૂર્વના મહાપુરુષોએ સંઘના આચારોનું વર્ણન કર્યું જ છે. એથી તમારી આ શાસ્ત્ર રચના પિષ્ટપેષણ (= કહેલી વાતને ફરી કહેવી) રૂપ હોવાથી પુનરુક્તિનો દોષ નહિ આવે ? આ પ્રશ્નના ઉત્તરમાં અહીં જવાબ આપ્યો છે કે તીર્થંકરોએ રચેલા જીવાદિ ભાવોનું વારંવા૨ વર્ણન કરવાથી પણ પુણ્ય પુષ્ટ બને છે. આથી પુનરુક્તિનો દોષ નથી. (૮)
अइगरुय भत्तिबहुमाणचोइओ मंदबुद्धिबोहत्थं । सूरिपरंपरपत्तं, कित्तेमि अहं पि तं तत्तो ॥ ९ ॥
अतिगुरुकभक्तिबहुमानचोदितों मन्दबुद्धिबोधार्थम् । सूरिपरम्पराप्राप्तं कीर्त्तयाम्यहमपि तं ततः ।। ९ । । હવે પ્રવરચનાનો હેતુ જણાવે છે–
તેથી (= તીર્થંકરોએ રચેલા જીવાદિભાવોનું વારંવાર પણ વર્ણન કરવાથી પુણ્ય પુષ્ટ બનતું હોવાથી) સંઘ પ્રત્યે મારા હૃદયમાં રહેલ અતિશય ભક્તિ-બહુમાનથી પ્રેરાયેલો હું પણ મંદમતિવાળા જીવોના બોધ માટે આચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલા સંઘના આચારોને કહું છું.
વિશેષાર્થઃ— આ શ્લોકમાં ગ્રંથકારે રચનાના બે હેતુ જણાવ્યા છે. (૧) તીર્થંકરોએ કહેલા જીવાદિ ભાવોનું વારંવાર પણ વર્ણન ક૨વાથી પુણ્યપુષ્ટિ થતી હોવાથી પોતાના પુણ્યની પુષ્ટિ માટે આ ગ્રંથની રચના છે.
(૨) મંદમતિ મનુષ્યોના બોધ માટે આ ગ્રંથની રચના છે. (૯)
८