________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
योऽवमन्यते सङ्घमज्ञानतमओघमोहितो जीवः । स प्राप्नोति दुःखानि सगरसुतानामिव संदाहः ।।९०६।।
અજ્ઞાનરૂપી અંધકારના સમૂહથી મુગ્ધ કરાયેલો જે જીવ સંઘની અવજ્ઞા કરે છે તે દુઃખોને પામે છે. જેમકે સગરચક્રીના પુત્રોનો સારી રીતે દાહ થયો, અર્થાત્ વલનપ્રભદેવની વિષમય દૃષ્ટિથી સગરચક્રીના પુત્રો બળી ગયા. - વિશેષાર્થ – સગરચકીના પુત્રોનો પ્રસંગ આ પ્રમાણે છે– સગરચક્રીના જહ્ન વગેરે સાઠ હજાર પુત્રોએ પોતાના પૂર્વજોએ બનાવેલાં તીર્થોમાં દર્શન-વંદન કરવા વિશાળ સૈન્ય આદિ સહિત પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં અષ્ટાપદ પર્વત પાસે આવ્યા. ભરતે કરાવેલા સિંહનિષદ્યા નામના જિનમંદિરમાં જિનોની દર્શનવંદન-પૂજન આદિથી ભક્તિ કરી. જમ્મુકુમારે પોતાના બંધુઓને કહ્યું. દિવસો જતાં આપણા પૂર્વજોના ધર્મસ્થાનનો કોઈ નાશ કરશે, લોભી મનુષ્યોને સો યોજન પણ કાંઈ દૂર હોતા નથી, માટે અહીં આપણે રક્ષા કરવા માટે એક મજબૂત ખાઈ આ તીર્થની ફરતી ખોદીએ.” આવો પરસ્પર વિચાર કરી ચક્રવર્તી સગરના પુત્રો વાહન અને પરિવાર સહિત મોટી ખાઈ ખોદવાનો ઉદ્યમ કરવા લાગ્યા. પૃથ્વીના પિંડ જેટલી ઊંડી ખાઈ ખોદાતાં તેઓના ઘાથી નીચે નાગલોકમાં રજની વૃષ્ટિ થવા માંડી. તેથી નાગના મણિને મલિન કરતો, તેમની આંખોને ઢાંકી દેતો અને કોપની વૃદ્ધિ કરવામાં ચૂર્ણસમાન એવો ધૂળનો સમૂહ છિદ્રમાં પડવા માંડ્યો. તે વખતે આકુળવ્યાકુળ થયેલાં નાગકુલોમાં મોટો કોલાહલ થયો, તે કારણને લીધે તેના સર્વ સ્વામીઓ પણ કોપ કરવા લાગ્યા. તેથી જ્વલનપ્રભ નામે નાગપતિ ઘણા કોપથી પ્રજવલિત થયો. અવધિજ્ઞાનવડે રજ પડવાનું કારણ વિચારતાં ચક્રવર્તીના પુત્રો તેના કારણ તરીકે તેના જાણવામાં આવ્યા એટલે તત્કાલ તે નાગપતિ કોપ છોડી દઈને વેગથી ત્યાં આવ્યો. અને નમ્રતાથી મીઠાં વચને તેણે સગરચક્રવર્તીના પુત્રોને કહ્યું: “અરે વસો ! ચક્રવર્તીના પુત્રો ! તમે ઉત્તમ એવા ભરતના વંશજ છો, અને વિવેકી છો, છતાં આવો મોટો ઉઘમ શા માટે આરંભ્યો છે ? તમારા ખોદવાના ઘાતથી આજે નાગલોક પીડાય છે, માટે સ્નેહવૃદ્ધિ કરવા સારુ આ પ્રયાસથી તમે અટકો. અમારા
૩૯૧