________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
સ્વામી શ્રી યુગાદીશ છે; અમે તેમના સેવકો છીએ અને તમે તેમના કુલમાં ઉત્પન્ન થયા છો; તેથી આપણો સ્નેહ સ્થિર છે,' આ પ્રમાણે કહીને તેના ગયા બાદ તે સર્વે સગરના પુત્રો ખોદવાના કામથી વિરામ પામ્યા, પરંતુ થોડીવારે પાછા એકઠા મળીને કુમારો વિચાર કરવા લાગ્યા કે; ‘આ ખાઈ જળ વગ૨ની છે, તેથી કાળે કરીને પૂરાઈ જવાથી કોઈ વખત ઉલ્લંઘન કરી શકાય તેવી થઈ જશે, કેમકે, ત્રણ જગતમાં લોભીને અસાધ્ય શું છે ?” આવો વિચાર કરી જહ્નકુમારે દંડરવડે સમુદ્રમાંથી ગંગાનદીનો પ્રવાહ ખેંચી લાવી તેના જળવડે એકદમ તે ખાઈ પૂરી દીધી. હવે પોતાનાં ભવનો ભાંગવાથી નાગકુમા૨ દેવો તે સમયે ક્ષોભ પામ્યા અને કાદવ પડવાથી આર્તનાદપૂર્વક જ્વલનપ્રભદેવ કુપિત થયો. તેણે વિચાર્યું કે,‘ અરે ! આ સગરચક્રવર્તીના પુત્રો મૂર્ખ અને રાજ્યમદે કરીને ભરેલા જણાય છે. અમારુ કહેવું ઘટિત છતાં તેઓ તે માનતા નથી, માટે મદને ધિક્કાર છે.' આ પ્રમાણે ચિંતવી . જ્વલનપ્રભ બીજા નાગપતિઓ સહિત મોટા, કોપથી ફ્સાના આટોપને ધારણ કરતો, તેમજ ફુંફાડા મારતો એકદમ પાતાલમાંથી નીકળીને ત્યાં આવ્યો, પછી પોતાની વિષમય દૃષ્ટિથી એકસાથે સગર ચક્રવર્તીના સાઠ હજાર પુત્રોને બાળી નાખ્યા. આવો મહાદાહ કરીને જ્વલનપ્રભ નાગપતિ પોતાના સ્થાનકમાં પાછો ચાલ્યો ગયો.
એકવાર સગરચક્રી દેશના બાદ શ્રી અજિતનાથને પૂછવા લાગ્યાઃ ‘હે સ્વામી ! આ જગત સર્વ કર્મને આધીન છે, તો આ મારા સાઠ હજાર પુત્રોએ એકીસાથે તેવું શું કરેલું હતું કે જેથી તેઓને તે કર્મ એકસાથે મૃત્યુદાયક થઈ પડ્યું ?” આ પ્રમાણે પૂછાયેલા, અને જ્ઞાન વડે જોયા છે ત્રણ લોક જેમણે એવા અજિતનાથ પ્રભુએ તેવા પ્રકારના કર્મબંધનના કારણરૂપ તેઓના ભવો આ પ્રમાણે કહ્યાં—
કોઈ એક પલ્લીમાં (નેહડામાં) ચોરીનો ધંધો કરનારા, નિર્દય અને પોતાના દુષ્ટ ચિત્તમાં નિરંતર પરધન અને પરસ્ત્રીનું જ ધ્યાન ધરનારા એવા આ સાઠ હજાર ભીલ્લો હતા. એક વખતે તે ભિલ્લોએ ઘણા દ્રવ્યથી ભરપૂર કોઈ સંધ ભહિલપુરથી શત્રુંજય તરફ જતો જોયો. લોભ વડે અંધ થયેલા તે લૂંટારાઓ વિચાર કરવા લાગ્યા કે, ‘આ સંઘને માર્ગમાં જતાં રાત્રિએ આપણે લૂંટી લેવો.’
૩૯૨