________________
ચૈત્યવદન મહાભાષ્ય
સર્વને મધ્યસ્થ સુગીતાર્થો સુધારે.
વિશેષાર્થ – આગમમાં જે ન કહ્યું હોય, અથવા જેની આચરણા ન હોય તેવું અહીં જે કંઈ કહેવાયું હોય તેને સુધારવાની ગ્રંથકારે મધ્યસ્થ સુગીતાર્થોને વિનંતિ કરી છે. (૯૦૩).
संघसमायारमिमं, कहिऊण मए जमज्जियं पुन्नं । संघम्मि सुद्धभत्ती, सिद्धफला मे तओ होज्जा ॥९०४॥ सङ्घसमाचारमिमं कथयित्वा मया यर्जितं पुण्यम् । सङ्के शुद्धभक्तिः सिद्धफला मम ततो भूयात् ।।९०४।।
સંઘના આ સમ્યક્ આચારને કહીને મારાથી જે પુણ્ય ઉપાર્જિત કરાયું તેનાથી મારી સંઘમાં સિદ્ધફલવાળી (= મોક્ષફળવાળી) શુદ્ધ ભક્તિ થાઓ. (૯૦૪).
संघो महाणुभावो, तित्थंकरवंदिओ तदायारो। सूइज्जतो सम्मं, रिसिगुणसंपायगो होइ ॥९०५।। सङ्घो महानुभावस्तीर्थकरवन्दितस्तदाचारः । सूच्यमानः सम्यग् ऋषिगुणसंपादको भवति ।।९०५।।
સંઘ માહાત્મવાળો છે અને તીર્થકરથી વંદાયેલ છે. સમ્યગુ સૂચન કરાતો આવા શ્રી સંઘનો આચાર મુનિગણનો સંપાદક થાય છે, અર્થાત્ શ્રીસંઘના આચારનું પાલન કરનાર જીવ મુનિના ક્ષમા વગેરેં ગુણોને (= ચારિત્રને) પામે છે.
વિશેષાર્થ– તીર્થકર દેશના પહેલાં નમો તિસ્થ = “તીર્થને (= સંઘને) નમસ્કાર હો” એમ કહીને સંઘને વંદન કરે છે. તીર્થકર સંઘને વંદન કરે છે. તેનાં કારણો આ ગ્રંથની છઠ્ઠી ગાથાના વિશેષાર્થમાં જણાવ્યાં છે. (૯૦૫)
जो अवमन्नइ संघ, अन्नाणतमोहमोहिओ जीवो। सो पावइ दुक्खाई, सगरसुयाणं व संदाहो ॥९०६॥
૩૯૦