________________
ચૈત્યવદન મહાભાષ્ય
संगमकाऽमरगताऽमानमानमातङ्गमर्दनमृगेन्द्रम् । प्रणमत वीरं तीर्थस्य नायकं वर्तमानस्य ।।२।।
સંગમદેવમાં રહેલા અતિશય માનરૂપી હાથીનું મર્દન કરવા માટે સિંહ સમાન અને વર્તમાન તીર્થના નાયક એવા શ્રી વીરને તમે પ્રણામ કરો.
વિશેષાર્થ – ઈંદ્ર ધ્યાનમાં રહેલા શ્રી વીરવિભુના સત્ત્વની પ્રશંસા કરવા માટે દેવોની સમક્ષ કહ્યું કે – ધ્યાનમાં રહેલા વીરપ્રભુને ધ્યાનથી ચલાયમાન કરવા દેવો પણ સમર્થ નથી. માનકષાયને આધીન બનેલો સંગમ નામનો દેવ આ પ્રશંસા સહન કરી શક્યો નહિ. આથી તેણે પ્રભુની પાસે આવીને પ્રભુને ધ્યાનથી ચલાયમાન કરવા એક રાતમાં વસ ઉપસર્ગો કર્યા. પણ પ્રભુ જરાય ચલાયમાન ન થયાં. પછી પણ છ મહિના સુધી અનેક ઉપસર્ગો કર્યા. પ્રભુએ આ બધું સહન કરીને સંગમના માનકષાયનું મર્દન કર્યું. (૨)
संसारगहिरसायरपडंतजंतूण तारणप्पवणे। तीयाऽणागय-संते, वंदे सव्वे वि तित्थयरे ॥३॥ संसारगभीरसागरपतज्जन्तूनां तारणप्रवणान् । ' अतीता-ऽनागत-सतो वन्दे सर्वानपि तीर्थकरान् ।।३।।
સંસારરૂપી ગંભીર સાગરમાં પડતા જીવોને તારવામાં તત્પર એવા અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણે કાળના સઘળા ય તીર્થકરોને હું વંદન કરું છું. (૩)
जम्मुहमहदहाओ, दुवालसंगी महानई बूढा। ते गणहरकुलगिरिणो, सब्वे वंदामि भावेण ॥४॥ यन्मुखमहाद्रहाद् द्वादशाङ्गी महानदी व्यूढा । तान् गणधरकुलगिरीन् सर्वान् वन्दे भावेन ।।४।।
જેમના મુખરૂપ મહાદ્રહમાંથી દ્વાદશાંગીરૂપી મહાનદી નીકળી છે તે સર્વ ગણધર રૂપી કુલગિરિઓને હું ભાવથી વંદન કરું છું.
વિશેષાર્થ:– જંબુદ્વીપના ભરત વગેરે સાત ક્ષેત્રોના આંતરામાં છ કુલગિરિત= કુલપર્વતો) આવેલા છે. તેમાં લઘુહિમવંત કુલગિરિના પદ્મદ્રહમાંથી