________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
मुत्तिं पत्ता विसुरा, परिभूयं जाणिऊण नियतित्थं । संसारे अवयारं, कुणंति केसिंचि मयमेयं ॥ ७९४ ॥ मुक्तिं प्राप्ता अपि सुराः परिभूतं ज्ञात्वा निजतीर्थम् । संसारे अवतारं कुर्वन्ति केषाञ्चिद् मतमेतत् ।। ७१४।। तेसि पडिबोहणत्थं, पारगयाणं विसेसणं भणियं । न हु हुति तारिसा जं, पारगया भवसमुद्दस्स ।।७१५॥ तेषां प्रतिबोधनार्थं 'पारगतेभ्यो' विशेषणं भणितम् । न खलु भवन्ति तादृशा यत् पारगता भवसमुद्रस्य ।। ७१५।। पारं पज्जंतं खलु, गयाण पत्ताण भवमहोयहिणो । अच्चंतियगमणेणं, भुज्जो वि तदप्पवेसाओ ॥७१६॥ पारं पर्यन्तं खलु गतेभ्यः प्राप्तेभ्यो भवमहोदधेः । आत्यन्तिकगमनेन भूयोऽपि तदप्रवेशात् ।। ७९६।।
=
મુક્તિને પામેલા પણ દેવો પોતાના તીર્થનો પરાભવ થઈ રહ્યો છે એ જાણીને સંસારમાં અવતાર કરે છે – સંસારમાં પાછા આવે છે એમ કેટલાકોનો મત છે. તેમને પ્રતિબોધ પમાડવા માટે પારાયાળું વિશેષણ કહ્યું છે. સંસાર સમુદ્રનાં પારને પામેલા જીવો ફરી સંસારમાં આવતા નથી. પાર એટલે અંત. ગયેલા એટલે પામેલા. ભવરૂપ મહાસમુદ્રના અંતને પામેલા. અંત ન આવે તે રીતે ભવરૂપ સમુદ્રના પારને પામવાના કારણે ફરી પણ સંસારમાં પ્રવેશ થતો ન હોવાથી સિદ્ધો ફરી સંસારમાં આવતા નથી. (૭૧૪ થી ૭૧૬)
ते विहु अणाइसिद्धा, केहि वि इट्ठत्ति तन्निरासत्थं । भन्नइ विसेसणंतर - मन्नं पि परंपरगयाणं ॥७१७॥ तेऽपि खल अनादिसिद्धाः कैरपि इष्टा इति तन्निरासार्थम् । भण्यते विशेषणान्तरमन्यदपि परंपरागतेभ्यः । । ७१७।।
આવા પણ સિદ્ધોને કોઈક અનાદિસિદ્ધ = અનાદિથી સિદ્ધ છે એમ
૨૯૩