________________
ચૈત્યવદન મહાભાષ્ય
- સિદ્ધ એટલે કૃતકૃત્ય થયેલા, સત્કાર્યમાં પ્રવૃત્તિથી નિરપેક્ષ થયેલા, સર્વોત્તમપદને પામેલા, હવે જેમને ગુણોનું સ્થાપન કરવાનું રહ્યું નથી તેવા. (૭૧૧)
विज्जा-जोगं-जण-धाउवायसिद्धाइया वि लोगम्मि । सिद्धा चेव पसिद्धा, विसेसणं तेण बुद्धाणं ॥७१२॥ વિદ્ય-યોI-Sમ્બન-ધાતુવાસિદ્ધાવિ પ હો ! सिद्धा एव प्रसिद्धा विशेषणं तेन बुद्धेभ्यः ।।७१२।। ..
લોકમાં વિદ્યાસિદ્ધ, યોગસિદ્ધ, અંજનસિદ્ધ, ધાતુવાદસિદ્ધ વગેરે સિદ્ધો. જ પ્રસિદ્ધ છે. તેથી સિદ્ધોનું વૃદ્ધા” એવું વિશેષણ છે.
વિદ્યાસિદ્ધઃ- જેનો અધિષ્ઠાયક સ્ત્રીદેવતા હોય તે વિદ્યા. જેને વિદ્યાઓ સિદ્ધ થઈ હોય તે વિદ્યાસિદ્ધ. જેમકે ખપુટાચાર્ય.
યોગસિદ્ધઃ- અનેક ઔષધિઓ ભેગી કરી લેપ વગેરે બનાવી પાણીમાં ચાલવું વગેરે શક્તિ જેને પ્રાપ્ત થઈ હોય તે યોગસિદ્ધ. જેમકે આર્ય સમિતાચાર્ય.
અંજનસિદ્ધઃ- અનેક ઔષધિઓ ભેગી કરી અંજન બનાવીને તેને આંખોમાં આંજીને અદશ્ય થવાની શક્તિ જેને પ્રાપ્ત થઈ હોય તે અંજનસિદ્ધ. જેમકે દુકાળમાં એક સ્થળે રહેલા સુસ્થિત આચાર્યના બે ક્ષુલ્લક મુનિઓ.'
ધાતુવાદસિદ્ધ – ઔષધિ આદિ મેળવીને તામ્ર આદિને સુવર્ણ આદિ બનાવવાની કળા તે ધાતુવાદ, ધાતુવાદમાં નિષ્ણાત તે ધાતુવાદસિદ્ધ. (૭૧૨)
बुझंति जे समग्गं, वटुंतमणागयं अईयं पि। भवभाविवत्थुतत्तं, तेसिं बुद्धाण सिद्धाणं ॥७१३॥ बोधन्ति ये समग्रं वर्तमानमनागतमतीतमपि । भवभाविवस्तुतत्त्वं तेभ्यो बुद्धेभ्यः सिद्धेभ्यः ।।७१३।।
જેઓ વર્તમાનકાળના, ભૂતકાળના અને ભવિષ્યકાળના પણ સંસારમાં થનારા સંપૂર્ણ વસ્તુસ્વરૂપને જાણે છે તે બુદ્ધ. તે બુદ્ધ સિદ્ધોને. (૭૧૩) '.
૨૯૨