________________
ચૈત્યવદન મહાભાષ્ય
तस्स त्ति सुरा पयडा, गणो य संघो फुड च्चिय नरिंदो । तेहि महियस्स परिपूइयस्स गुरुभत्तिराएण ॥६६५॥ तस्येति सुराः प्रकटा गणश्च सङ्घः स्फुट एव नरेन्द्रः । तैर्महितस्य परिपूजितस्य गुरुभक्तिरागेण ।।६६५।।
તેમાં તમે એટલે અજ્ઞાન. તેમાં થતે = ઉપમા અપાય છે. તે આ પ્રમાણે– અજ્ઞાન તિમિરપટલ જેવું છે. તિમિર પટલ એટલે અંધકારનો સમૂહ. આનો ભાવાર્થ એ થયો કે અજ્ઞાનરૂપ અંધકારસમૂહ. ચિનોક્ત સિદ્ધાંત (= શ્રતધર્મ) અજ્ઞાનરૂપી અંધકારસમૂહનો વિદ્ધસણ = વિનાશ કરનાર છે. તેને, અર્થાત્ અજ્ઞાનરૂપી અંધકારપટલનો નાશ કરનારને. (અહીં તમતિમિરપડલ વિદ્ધસણસ્મ પદનો અર્થ પૂરો થયો.). - સુરો (= દેવો) પ્રસિદ્ધ છે. ગણ એટલે સંઘ (=સમૂહ). નરેન્દ્રનો અર્થ સ્પષ્ટ જ છે. તેમનાથી મહિત = અતિશય ભક્તિરાગથી પૂજાયેલા. (૬૬૪
૬૬૫)
सीमा मेरा तं जो, धरई धम्मस्स तह अहम्मस्स । तं वंदे भत्तीए, छटुधिभत्ती उ बीयत्थे ॥६६६॥ सीमा मर्यादा तां यो धरति धर्मस्य तथाऽधर्मस्य । तं वन्दे भक्त्या षष्ठीविभक्तिस्तु द्वितीयार्थे ।।६६६।।
સીમા એટલે મર્યાદા. ધર્મની અને અધર્મની મર્યાદાને ધારણ કરે તેને હું ભક્તિથી વંદન કરું છું. અહીં છઠ્ઠી વિભક્તિ બીજી વિભક્તિના અર્થમાં છે. " - વિશેષાર્થ – સીમા એટલે મર્યાદા (= વ્યવસ્થા). કર્તવ્ય-અકર્તવ્ય, હેયઉપાદેય, ભક્ષ્ય-અભક્ષ્ય, પુણ્ય-પાપ ઈત્યાદિ સર્વ વ્યવસ્થા કૃતધર્મથી જ થાય છે. માટે શ્રતધર્મ સીમાધર છે. (૬૬૬)
पप्फोडियमइसयचुन्नियं ति जेणेह मोहमहजालं । वंदे तं सिद्धतं, अहवा तस्सेव माहप्पं ॥६६७॥
૨૭૫