________________
ઉદ પ્રસ્તુત ગ્રંથમાં નિમ્નોક્ત વર્ણન અત્યંત મનનીય છે ?
એક પણ જિનબિંબનાં દર્શન કરતાં હૃદયમાં આનંદ થાય છે અને અધિક અધિક જિનબિંબોનાં દર્શનથી આનંદ અતિશય વધે છે. શુદ્ધબુદ્ધિવાળા જીવોને આ (અધિક પ્રતિમાનાં દર્શનથી આનંદ) પ્રાય: અનુભવ સિદ્ધ છે. અધિક પ્રતિમાનાં દર્શનથી જેમનું મન મલિન થાય છે, તેમની અજ્ઞાનતાનું પ્રદર્શન થાય છે, તેમનું અજ્ઞાન ઉઘાડું થાય છે, અર્થાત્ અધિક પ્રતિમાઓને જોઈને મન મલિન થાય છે તેનું કારણ અજ્ઞાનતા છે. (૬૭-૬૮)
સિંહાસન ઉપર બેઠેલા અરિહંત પાદપીઠ ઉપર પગ મૂકીને અને હાથની યોગમુદ્રા ધારણ કરીને દેશના આપે છે. આથી જ ઉત્તમ. આચાર્યો .આ મુદ્રાથી વ્યાખ્યાન કરે છે. પણ તેઓ (બે હાથ વડે મુખ ઉપર) મુખવસ્ત્રિકાને ધારણ કરે છે. કારણ કે આચાર્યો તીર્થકર નથી, કિંતુ તીર્થકર સમાન છે. (૮૪-૮૫)
શ્રમણસંઘના સાચા કે ખોટા દોષોને છુપાવે છે તે નિર્મળ યશ-કીર્તિ પામીને જલદી મોક્ષ પામે છે. જેવી રીતે ધાન્ય કણોના રક્ષણ માટે પરાળનું (જેમાં અનાજના ડુંડા હોય તેવી લાંબી સોટીઓનું) પણ યત્નથી રક્ષણ કરવામાં આવે છે, તેવી. રીતે શાસનની મલિનતાના ભયથી કુશીલની (=અનુચિત આચરણ કરનારની) પણ રક્ષા કરવી જોઈએ, અર્થાત્ એના અનુચિત આચરણને છુપાવવો જોઈએ. (શ્રમણ સંઘના અનુચિત આચરણનો છાપાઓ દ્વારા કે પ્રત્રિકા આદિ દ્વારા પ્રચાર કરનારાઓએ આ વાતને ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે.) (૧૩૫-૧૩૬)
શ્રાવક ઘી, દૂધ અને દહીંથી મિશ્રિત સુગંધી જલ આદિથી જિનની પ્રક્ષાલ પૂજા કરે. પર્વ દિવસોમાં જો ગીત-વાજિંત્ર આદિનો સંયોગ હોય તો ગીત-વાજિંત્ર આદિ (આડંબર) પૂર્વક પ્રક્ષાલપૂજા કરે. આવી પૂજા શાસન પ્રભાવના કરનારી છે. (૨૦૨). * પ્રત્યેક પર્વ દિવસે સાધુઓએ અને શ્રાવકોએ શક્તિ હોય તો સર્વ મંદિરોમાં ચૈત્યવંદન કરવું જોઈએ. (૭૯૨)
- મોક્ષાર્થીઓએ શુભ ભાવની વૃદ્ધિ થાય એ માટે સદા સંપૂર્ણ (ઉત્કૃષ્ટ) ચૈત્યવંદન કરવું જોઈએ અને ગૃહસ્થોએ તો વિશેષથી (ખાસ) સંપૂર્ણ ચૈત્યવંદન કરવું જોઈએ. (૭૯૬)
ચારિત્રમાં રહેલાઓને સઘળીય ક્રિયા ચૈત્યવંદન જ છે. કારણ કે તત્ત્વના જ્ઞાતાઓ આજ્ઞા પાલનને જ ચૈત્યવંદન કહે છે. ચરણ-કરણમાં વિરોધ ન આવે તે રીતે સાધુઓ ન્યૂન કે અધિક ચૈત્યવંદન કરે છે. અન્ય ક્રિયામાં પણ તેમના પરિણામ ચૈત્યવંદન સંબંધી જ છે. (૭૯૯-૮૦૦)
સૂત્રાર્થમાં સંશયવાળા જેઓ બીજા ગીતાર્થોને બરોબર પૂછતા નથી, ઉપર ઉપરથી થોડું થોડું ભણીને પંડિત બનેલા તેઓ શુદ્ધ માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૮૩૩)