________________
માટે હિંસા-અહિંસામાં ભાવની (=બેયની અને પરિણામની) પ્રધાનતા છે. જિનપૂજામાં સામાન્ય હિંસા થવા છતાં તેનાથી પરિણામે લાભ થાય છે. આ વિષયને શાસ્ત્રમાં કૂવાના દૃષ્ટાંતથી સમજાવવામાં આવ્યો છે. અહીં નુકશાન કરતાં લાભ વધારે થાય છે. કૂવો ખોદવામાં શરીર કાદવથી ખરડાય છે, કપડાં મેલાં થાય છે, શ્રમ-સુધા-તૃષા વગેરેનું દુ:ખ વેઠવું પડે છે. પણ કૂવો ખોદાયા પછી તેમાંથી પાણી નીકળતાં તૃષા આદિ દૂર થવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ લાભકારી બને છે. તે પ્રમાણે જિનપૂજા માટે સ્નાનાદિ કરવામાં પ્રારંભમાં અલ્પ હિંસા રૂપ સામાન્ય દોષ લાગવા છતાં પછી પૂજાથી થયેલા શુભભાવો દ્વારા વિશિષ્ટ અશુભ કર્મોની નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થતો હોવાથી પરિણામે લાભ થવાથી સ્નાનાદિની પ્રવૃત્તિ લાભકારી છે. વ્યવહારમાં પણ જે પ્રવૃત્તિમાં થોડું નુકશાન હોવા છતાં અધિક લાભ હોય તો તે પ્રવૃત્તિ કરવા જેવી મનાય છે. લોકો કરે પણ છે. લોકો જ્યારે વેપાર કરે છે ત્યારે પહેલાં વ્યય કરવો પડે છે. છતાં લોકો પૈસા ગુમાવી દીધા એમ માનતા નથી. કારણ કે જેટલો વ્યય થાય તેનાથી અધિક લાભ ભવિષ્યમાં થવાનો છે. તેમ જિનપૂજાથી પણ પરિણામે સર્વથા હિંસાથી નિવૃત્તિ થાય છે.
છે કે ચૈત્ય શબ્દનો અર્થ ટિ મૂર્તિપૂજાનો નિષેધ કરનારાઓ પૌષધશાળા વગેરે બનાવે છે, બીજા ગામ આદિમાં રહેલા મુનિઓને વંદન કરવા વાહનનો ઉપયોગ કરે છે, સાધર્મિક ભક્તિ માટે રસોડું વગેરે કરે છે. આમાં પણ હિંસા તો થાય છે. મૂર્તિપૂજાના નિષેધકો શાસ્ત્રમાં જિનમૂર્તિ કે જિનમંદિરના અર્થમાં આવતા ચૈત્ય શબ્દનો જ્ઞાન કે સાધુ અર્થ કરે છે તે બરોબર નથી. ચૈત્યશબ્દનો અર્થ જિનમંદિર કે જિનમૂર્તિ થાય છે. અથવા ભગવાન જે (અશોક) વૃક્ષ નીચે બૈશીને દેશના આપે છે તે વૃક્ષને ચૈત્ય કહેવામાં આવે છે. આથીજ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે સ્વરચિત શબ્દકોષમાં કહ્યું છે કે – “ચૈત્યો ગિનીસ્તવિવું, ચૈત્યો બિનસમાંતરું:” ચૈત્ય શબ્દ જિનમંદિર કે જિનમૂર્તિ અર્થમાં છે. જે વૃક્ષની નીચે બેસીને ભગવાન ધર્મદેશના આપે છે. તે (અશોક) વૃક્ષને પણ ચૈત્ય કહેવામાં આવે છે.
. ઉદિ જિનપૂજાથી થતા લાભો ઉપર (૧) જેટલો સમય જિનપૂજા થાય તેટલો સમય પાપોથી બચી જવાય છે. (૨) આત્મામાં સુંદર ભાવો જાગે છે. એથી અશુભ કર્મોની નિર્જરા થવા સાથે પુણ્યાનુબંધી
પુણ્યનો બંધ થાય છે. અશુભ કર્મોની નિર્જરાથી સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ થાય ' છે અને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી વિશિષ્ટ ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. (૩) ભવિષ્યમાં ચારિત્રની પ્રાપ્તિથી સર્વથા સંસારના આરંભોથી નિવૃત્તિ થાય છે. (૪) બીજા જીવોને ધર્મ પમાડી શકાય છે. " સૌ કોઈ જિનમૂર્તિના આલંબનથી સમ્યગ્દર્શનાદિ ગુણો મેળવીને મુક્તિપદને શીવ્ર પામો એ જ એક મંગલ કામના.