________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
वुच्चंति' प्राकृतशैल्या अस्तेिनोच्यन्ते, अथवा अर्हन्तीत्यर्हन्त इति गाथार्थः ।।९२१।। (आवश्यकसूनियुक्तिगाथा-९२१)
વંદન-નમસ્કારને યોગ્ય છે, પૂજા- સત્કારને યોગ્ય છે, સિદ્ધિગતિમાં જવાને યોગ્ય છે. તે અરિહંત કહેવાય છે.
ટીકાર્થ– મસ્તકથી નમવું તે વંદન. નમસ્કાર થાઓ ઈત્યાદિ વાણીથી નમસ્કાર કરવો તે નમસ્કાર. વસ્ત્ર-માલ્ય આદિનું અર્પણ કરવું તે પૂજો..અદ્ભુત્થાન આદિથી આદર કરવો તે સત્કાર. જેમાં જીવો કૃતકૃત્ય બને છે તે સિદ્ધિ. લોકના અંતે આવેલા ક્ષેત્રને (એક યોજનના છેલ્લા ગાઉના છેલ્લા છઠ્ઠા ભાગને) સિદ્ધિ કહેવામાં આવે છે. જ્યારે સર્વ કર્મોનો ક્ષય થાય ત્યારે શરીરને અહીં છોડીને લોકના અંતે આવેલા ક્ષેત્રમાં જઈને જીવ સિદ્ધ થાય છે. (૭૯)
उत्तमगुणसंपन्ना अरिहा, जोग्ग त्ति तेसि ते अंता। .. भुवणे वि जेण नन्नो, तेहितो उत्तमो अत्थि ॥२८०॥ उत्तमगुणसंपन्ना अर्हा योग्या इति तेषां तेऽन्ताः । भुवनेऽपि येन नान्यस्तेभ्य उत्तमोऽस्ति ।।२८०।।
જે ઉત્તમ ગુણોથી સંપન્ન (= યુક્ત) હોય તે અઈ એટલે કે યોગ્ય કહેવાય છે. ઉત્તમ ગુણોથી સંપન્ન પુરુષોમાં તે છેલ્લા છે, અર્થાત્ સર્વાધિક ગુણથી સંપન્ન છે. કારણકે ત્રણે ભુવનમાં તેમનાથી અધિક ઉત્તમગુણ સંપન્ન બીજો કોઈ નથી. (૨૮૦)
न रहंति न चिटुंती, भवम्मि जं तेण वा वि अरहंता । अहव रहो पच्छन्नं, अंतो वा नत्थि नाणस्स ॥२८१॥ न वसन्ति न तिष्ठन्ति भवे यत्तेन वाप्यऽरहन्तः । अथवा रहः प्रच्छनमन्तो वा नास्ति ज्ञानस्य ।।२८१।।
અથવા $ એટલે વસવું. સંસારમાં નથી વસતા એટલે કે સંસારમાં રહેતા નથી તેથી અરિહંત કહેવાય છે. અથવા અરિહંત શબ્દ અને એ
૧૩).