________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
• भवतु प्रणाम एषोऽर्हद्भ्य इत्येष संबन्धः ।
अष्टविधप्रातिहार्यमर्हन्ति तेनार्हन्तः ।।२७७।।
અરિહંતોને નમસ્કાર થાઓ એ પ્રમાણે સંબંધ છે. અષ્ટ પ્રાતિહાર્યને યોગ્ય છે માટે અરિહંત કહેવાય છે.
વિશેષાર્થ – સંસ્કૃતના શબ્દમાંથી પ્રાકૃતમાં રિહંત શબ્દ બન્યો છે. એટલે યોગ્ય. કોને યોગ્ય ? અષ્ટ પ્રાતિહાર્યને યોગ્ય. જે અષ્ટ પ્રાતિહાર્યને યોગ્ય હોય તે અરિહંત કહેવાય. (૨૭૭)
भणियं च१ असोगरुक्खो सुरपुप्फवुट्ठी, दिव्वोझुणी चामरमासणं च । . भामंडलं दुंदुहि याऽऽयवत्तं, सुपाडिहेराणि जिणाणमेव ।।२७८॥ भणितं चअशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिश्चातपत्रं सुप्रातिहार्याणि जिनानामेव ।।२७८।। . માં જૈવં સંસ્કૃત: :"अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं सत्प्रतिहार्याणि जिनेश्वराणाम्" ।। ' કહ્યું છે કે–
અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર આ આઠ સત્યાતિહાર્યો અરિહંતોને જ હોય.
વિશેષાર્થ—અશોકવૃક્ષ – સમવસરણના મધ્યભાગમાં અરિહંતની કાયાથી બાર ગણું ઊંચું અને ચોતરફ એક યોજન વિસ્તૃત = પહોળું અશોકવૃક્ષ હોય છે. એનો રંગ લાલ હોય છે.
1 સુરપુષ્પવૃષ્ટિ – દેવો સમવસરણમાં ડીટાં નીચે રહે તે રીતે એક યોજન (= સમવસરણની ભૂમિ) સુધી ઘુંટણ જેટલી ઊંચાઈ થાય તેટલાં પુષ્પો વર્ષાવે છે.
૧ ૨૮