________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
थुइपूआ विन्नेया, वंदणकरणोचियम्मि देसम्मि । ठाऊण जिणाभिमुहं, पढणं जहसत्ति वित्ताणं ॥२०७॥ स्तुतिपूजा विज्ञेया वन्दनकरणोचिते देशे । . स्थित्वा जिनाभिमुखं पठनं यथाशक्ति वृत्तानाम् ।।२०७।।
. વૃત્તાનાં ઇન્સામ્ |
ચૈિત્યવંદન કરવાને યોગ્ય સ્થાનમાં ઊભા રહીને યથાશક્તિ (જિનગુણો વગેરેનું વર્ણન જેમાં હોય તેવા) શ્લોકો બોલવા તે સ્તુતિ પૂજા છે. (૨૦૭)
अन्ना वि तिहा पूया, भणिया सत्यंतरेसु सड्डाणं । पूयासोलसए जं, भणियमिणं पुव्वसूरीहिं ॥२०८॥ अन्याऽपि त्रिधा पूजा भणिता शास्त्रान्तरेषु श्राद्धानाम् । पूजाषोडशके यद्भणितमिदं पूर्वसूरिभिः ।।२०८।।
અન્ય શાસ્ત્રોમાં શ્રાવકો માટે બીજી રીતે પણ ત્રણ પ્રકારની પૂજા કરી છે. કારણકે પૂજષોડશકમાં પૂર્વસૂરિઓએ (- શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ) આ (હવે પછીની ગાથાઓમાં કહેવાશે તે) કહ્યું છે. (૨૦)
पंचोवयारजुत्ता, पूया अट्ठोवयारकलिया य । इड्डिविसेसेण पुणो, भणिया सव्वोवयारा वि ॥२०९॥ पञ्चोपचारयुक्ता पूजाऽष्टोपचारकलिता च ।
ऋद्धिविशेषेण पुनर्भणिता सर्वोपचाराऽपि ।।२०९।। - પંચોપચારા, અષ્ટોપચારા, અને સર્વોપચારા એમ ત્રણ પ્રકારની પૂજા કહી છે. તેમાં સર્વોપચારા પૂજા વિશિષ્ટ ઋદ્ધિને આશ્રયીને છે = વિશિષ્ટ ઋદ્ધિવાળા શ્રાવકો કરી શકે તેવી છે.
વિશેષાર્થ – ઉપચાર એટલે પૂજાની સામગ્રી. જેમાં પૂજાની સામગ્રી પાંચ હોય તે પંચોપચારા. જેમાં પૂજાની સામગ્રી આઠ હોય તે અષ્ટોપચારા. જેમાં પૂજાની સામગ્રી સઘળી (= ઘણી) હોય તે સર્વોપચારા. (૨૦૯)
૯૧