________________
ચૈત્યવદન મહાભાષ્ય
- यः पञ्चवर्णस्वस्तिक-बहुविधफल-भक्ष्य-दीपदानादिः । उपहारो जिनपुरतः क्रियते साऽऽमिषसपर्या ।। २०४।।
પાંચવર્ણનો સ્વસ્તિક કરવો, વિવિધ પ્રકારનાં ફળો અને ભક્ષ્ય વસ્તુઓ ધરવી, દીપક કરવો ઈત્યાદિ ઉપહાર કરાય (ત્ર પૂજન સામગ્રી જિનસમક્ષ ધરાય) એ આમિષ પૂજા છે..
વિશેષાર્થ – દેવસમક્ષ પૂજન સામગ્રી મૂકવી-ધરવી તે ઉપહાર કહેવાય છે. (૨૦૪)
गंघव्वनट्ट वाइय-लवणजला-ऽऽरत्तियाइ जं किच्चं। .. आमिसपूयाए च्चिय, सव्वं पि तयं समोयरइ ॥२०५॥ .. गन्धर्वनाट्य-वादित्र-लवणजला-ऽऽरात्रिकादि यत्कृत्यम् । . आमिषपूजायामेव सर्वमपि तत्समवतरति ।।२०५।।
ગીત ગાવા, નૃત્ય કરવું, વાજિંત્રો વગાડવાં, લૂણ ઉતારવું, જલ (= જલપાત્ર) ધરવું, આરતિ ઉતારવી ઈત્યાદિ જે કર્તવ્ય છે તે બધાનો આમિષ પૂજામાં સમાવેશ થાય છે.
| વિશેષાર્થ:- અહીં જણાવેલા આમિષ પૂજાના સ્વરૂપથી જણાય છે કે અહીં અગ્રપૂજાને જ આમિષ પૂજા કહી છે. સંસ્કૃત શબ્દકોશમાં ગંધર્વશબ્દનો દેવોનો ગવૈયો એવો અર્થ જણાવ્યો છે. પણ પ્રસ્તુતમાં ગંધર્વ શબ્દથી ગીતા વિવક્ષિત છે. (૨૦૫)
पूयादुगं पि एयं, उचियं न हु साहु-साहुणिजणस्स । सावयजणस्स नियमा, उचियं सामग्गिसब्भावे ॥२०६॥ पूजाद्विकमप्येतदुचितं न खलु साधु-साध्वीजनस्य । श्रावकजनस्य नियमादुचितं सामग्रीसद्भावे ।।२०६।।
આ બંને પ્રકારની પૂજા સાધુ-સાધ્વીઓને યોગ્ય નથી. પૂજાની સામગ્રી હોય તો શ્રાવકોને અવશ્ય યોગ્ય છે = શ્રાવકોએ અવશ્ય કરવી જોઈએ. (૨૦૬)