________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
- ઘરમંદિરોમાં કે બીજાં પણ મંદિરોમાં જો કોઈ કારણથી પ્રદક્ષિણા આપવાનું શક્ય ન હોય તો પણ મહિમાન પુરુષ સદાય પ્રદક્ષિણા આપવાના परिमने न भू. (१८२)
तत्तो निसीहियाए, पविसित्ता मंडवम्मि जिणपुरओ। महिनिहियजाणुपाणी, करेइ विहिणा पणामतियं ॥१९३।। ततो नैषेधिक्या प्रविश्य मण्डपे जिनपुरतः । महिनिहितजानुपाणिः करोति विधिना प्रणामत्रिकम् ।।१९३।।
પછી નિસહિપૂર્વક મંડપમાં પ્રવેશ કરીને જિનસમક્ષ જમીન ઉપર બે ઢીંચણ અને બે હાથ મૂકીને વિધિપૂર્વક ત્રણ પ્રણામ કરે. (૧૯૩) .
तयणु हरिसुल्लसंतो, कयमुहकोसो जिणेदपडिमाणं। . अवणेइ रयणिवसियं, निम्मल्लं लोमहत्थेणं ॥१९४॥ । तदनु हर्षोल्लसन् कृतमुखकोशो जिनेन्द्रप्रतिमानाम् । अपनयति रजनी-उषितं निर्माल्यं रोमहस्तेन ।।१९४।।
પછી હર્ષથી ઉલ્લાસ પામતો તે મોઢે મુખકોશ બાંધીને જિનેંદ્રપ્રતિમાઓના રાતવાસી નિર્માલ્યને (મોરપીંછી વગેરે) પીંછીથી દૂર કરે. (૧૯૪)
जिणगिहपमज्जणं तो, करेइ कारेइ वा वि अनेण । जिणबिंबाणं पूअं, करेइ तत्तो जहाजोगं ॥१९५॥ जिनगृहप्रमार्जनं ततः करोति कारयति वाऽप्यन्येन । जिनबिम्बानां पूजां करोति ततो यथायोगम् ।।१९५।। ।
ત્યારબાદ જિનમંદિરનું પ્રમાર્જન પોતે જાતે કરે અથવા બીજા પાસે કરાવે, ત્યારબાદ યથાયોગ્ય જિનબિંબોની પૂજા કરે. (૧૯૫)
अह पुव्वं चिय केणइ, हवेज्ज पूया कया सुविभवेण । तदपि सविसेससोहं, जह होइ तहा तहा कुज्जा ॥१९६॥