________________
૨૬. ચમત્કાર પામેલ રાજાએ તેને ચોરને) કહ્યું, તે પોતાની સંપત્તિ ભોગવ. તે (ચોરે) પણ કહ્યું, આ ગૃહવાસમાં મારું મન આનંદ પામતું નથી. ૩૪૦.
* ૨૭. ત્યાર પછી તેના વૃત્તાંતથી રાજા-પુત્રો વિગેરે બોધ પામ્યા. તે (ચોર) પણ શ્રી ધર્મની આરાધના કરીને અનુક્રમે સદ્ગતિને ભજનાર થયો. ૩૪૧.
૨૮. હવે તે પુત્રો હૃદય ચક્ષુ વડે વિચારવા લાગ્યા. અહો ! અમારા હિત ઈચ્છનાર પિતા વડે કેટલો બધો (ઘણો) ઉપકાર કરાયો. ૩૪૨.
' ર૯. એ પ્રમાણે વિચારીને પિતાએ કહેલ વચન પર આદરવાળા સઘળા તે પુત્રોએ આલોક અને પરલોકના કાર્યમાં ઉદ્યમ સહિત મનને કર્યું. ૩૪૩.
૩૦. એ પ્રમાણે રોષ સહિત પણ કરાયેલી જિનપૂજા નિષ્ફળ ન થઈ. તેથી અહો ! મોક્ષસુખને પામવાની ઈચ્છાવાળા લોકો !જિનપૂજામાં પ્રયત્ન કરો. ૩૪૪.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં અગ્યારમો ઉપદેશ છે !
ઉપદેશ સપ્તતિ ૪૫