________________
૧૭. ચોરીના વ્યસનવાળો આ અનુક્રમે અત્યંત દુષ્ટ બુદ્ધિવાળો થયો, ખરેખર મૂઢ પ્રાણીઓ દુઃખે કરીને પૂરાય એવા પેટ માટે (આજીવિકા માટે) શું શું કરતા નથી ? (અર્થાત્ જે-જે પાપકાર્ય કરવું પડે તે કરે.) ૩૩૧. * ૧૮. પોતાના અર્થે ચોરી કરવા માટે કરાયેલ ઉદ્યમવાળો તે ઘરે-ઘરે જાય છે અને બીજાના ધનનું હરણ કરે છે. ૩૩૨.
૧૯. એક વખત તેણે પૂર્વભવના ઘરમાં ચોરી કરવા માટે પ્રવેશ કર્યો અને તેવા પ્રકારનું ઘરનું સ્વરૂપ જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. ૩૩૩.
૨૦. હૃદયમાં ઉત્પન્ન થયેલ ક્રોધથી કચકચાવતા દાંત અને હોઠવાળો તે તેવા પ્રકારના પુત્રોને જોઈને મનમાં એ પ્રમાણે વિચારવા લાગ્યો. ૩૩૪.
૨૧. ખેદની વાત છે કે આલસથી દૂષિત થયેલ ખરાબ રાજાઓ વડે જેમ સામ્રાજ્ય વિનાશ પામે છે તેમ આ પુત્રો વડે મારું ઘર નાશ કરાયું અને ધન ખોવાયું. ૩૩પ.
૨૨. હમણા એઓને (પુત્રોને) તે પ્રમાણે શિક્ષા કરે છે જેથી ફરીથી આવા પ્રકારની પરિસ્થિતિ ન કરે વિગેરે જેટલામાં તે ચિંતવે. ૩૩૬.
૨૩. તેટલામાં જાગેલા પુત્રોએ ચંડાળ ચોરને જોઈને કહ્યું, અરે દુષ્ટ ! આ શું કર્યું ? હે પાપી ! તારું દર્શન પણ અનિષ્ટ છે. ૩૩૭.
. ૨૪. વિગેરે જેમ-તેમ બોલતા દરેકને થપ્પડ વડે કરીને પૂર્વભવના અભ્યાસથી - અત્યંત ક્રોધથી ધમેલા ચોર ચંડાળ વડે તેઓ (પુત્રો) હણાયા. ૩૩૮.
૨૫. તેઓ વડે પુત્રો વડે) ચોરને બાંધીને રાજાની પાસે લઈ જવાયો. રાજાએ પણ તેને (ચોરને) કહ્યું. આ શું છે ? તેણે પણ પોતાના સ્વરૂપને વિસ્તારસહિત એ પ્રમાણે કહ્યું. ૩૩૯.
ઉપદેશ સપ્તતિ ૪૪