________________
૯. તેટલામાં તેમાં (પેટીમાં) પહેલાની જેમ ભૂલાયેલી ચાવીઓને જોઈને લાલ આંખવાળો ફરકતા-ફરકતા હોઠવાળો તે શ્રેષ્ઠી ક્રોધથી ઉદ્ધત થયો. ૩૨૨.
૧૦. અહો ! પુત્રોનું મૂર્ણપણું (કેવું ?) અહો ! હૃદયની શૂન્યતા (કેવી ?) વારંવાર એ પ્રમાણે વિચારતો તે શ્રેષ્ઠી અનુક્રમે દહેરાસરમાં ગયો. ૩૨૩.
૧૧. આજે ઘરમાં જઈને મૂર્ખામાં અગ્રેસર એવા દુષ્ટ પુત્રોને બહાર કઢાવીશ, ખરેખર પાપના હેતુભૂત એવા આ પુત્રો વડે શું? ૩૨૪.
૧. ક્લેવર દેવગૃહમાં ગયું. મનને ખરેખર હાટ - (દુકાન) માં મેલ્યું. બે પ્રકારના લાભમાંથી એકે ન થયો, એ સટ્ટો સૂનો - (નકામો-ફોગટ) થયો. (અર્થાત્ પરમાત્મા પાસે જઈને જે વસ્તુ બદલામાં મેળવવા જેવી હતી એ પણ ન મેળવી શક્યો અને બજારમાં જઈને જે વસ્તુ બદલામાં મેળવવા જેવી હતી એ પણ ન મેળવી શક્યો અર્થાતું ઉભયત્ર સોદો નકામો ગયો. ૩૨૫.
૧૨. વિગેરે વિચાર કરતા એવા તે શ્રેષ્ઠીએ પરમાત્માની પૂજા કરી પરંતુ સારી બુદ્ધિવાળા એણે (શ્રેષ્ઠી) પુત્રોને વિષે દુષ્ટપણાનો (ક્રોધનો) ત્યાગ કર્યો નહીં. ૩૨૭. .
૧૩. પૂજા પૂર્ણ થયે છતે ચૈત્યવંદના કરતો મન-વચન-કાયાની એકાગ્રતાને ધારણ કરીને ભૂમિ પર મસ્તક અડાડવું. ૩૨૭. : ૧૪. ભાગ્યવશથી તે જ અવસ્થાવાળો તે મૃત્યુ પામ્યો. જે કારણથી ખરેખર “પ્રાણીઓનું જીવિતવ્ય મોજાઓની જેમ ચંચળ છે. ૩૨૮.
. ૧૫. આ શ્રેષ્ઠી) મરીને તે જ નગરમાં ચંડાળ થયો. આ પરમાત્માની પૂજાના પ્રભાવથી મનુષ્યપણું અને દુર્ગાનથી ખરાબ યોનિ પામ્યો. ૩૨૯.
૧૬. હવે ચંડાળના કુલમાં બાળપણ ઓળંગતે (છત) અનુક્રમે યૌવન પામેલ તે પોતાના કુટુમ્બનું પાલન કરે છે. ૩૩૦.
ઉપદેશ સપ્તતિ ૪૩