________________
“ ઉપદેશ-૧૧”
૧. ક્રોધના ઉદયમાં પણ અરિહંત પરમાત્માની પૂજા કરતે છતે માણસોને સમ્યકત્વ સુલભ થાય છે. અહીં જ્ઞાનીઓ શ્રેષ્ઠીવર્ય એવા તે વામનનું દૃષ્ટાંત સ્પષ્ટ રીતે કહે છે. ૩૧૩.
૧. વંથલી નગરમાં કરોડની ધ્વજાવાળો વામન નામનો શ્રેષ્ઠીપુરુષ હતો. પરંતુ સ્વભાવ વડે ઈર્ષ્યાળુ અને ઉદ્ધત હતો. ૩૧૪.
૨. આ (શ્રેષ્ઠી) પોતાના ઘરની પાસે દહેરાસર અને ધર્મશાળા (ઉપાશ્રય) બનાવીને ધર્મકાર્ય કરે છે. ખરેખર લક્ષ્મીનું ફલ આ છે. ૩૧૫.
૩. તેની પાસે રત્ન-સુવર્ણ-પ્રવાલ વિગેરે વસ્તુઓની તાળા-ચાવી સહિત ચોરાશી (૮૪) દ્વીપ સમુંદ્ર પ્રમાણ પેટીઓ છે. ૩૧૬.
૪. વ્યાપાર વિગેરે કાર્યમાં ઉત્સાહ અને ઉદ્યમ વિનાના દુર્વિનીત પ્રાયઃ પશુ સમાન તેને ચાર પુત્રો છે. ૩૧૭.
૫. કોઈક વખત તાળું મારીને મૂર્ખ એવા તેઓ (પુત્રો) ચાવી ત્યાં જ ભૂલી જાય છે. વળી શ્રેષ્ઠી તેઓને (પુત્રોને) ઘણું લડે છે. ૩૧૮.
૬. પરંતુ મહાપુરુષોના સુંદર પુણ્યશાળી ઉપદેશ જેમ દુષ્ટ શિષ્યોને અસર કરતા નથી તેમ સારી એવી કોઈ પણ શ્રેષ્ઠીની શિક્ષા પુત્રોને અસર કરતી નથી. ૩૧૯..
૭. દુષ્ટ બુદ્ધિવાળા તે (પુત્રો) પોતાના પિતાની સામે જેમ-તેમ બોલે છે. એ પ્રમાણે કલેશ કરતાં તેઓના દિવસો પસાર થાય છે. ૩૨૦.
૮. એક દિવસ દહેરાસરમાં પરમાત્માની પૂજા કરવા માટે જતો શ્રેષ્ઠી જેટલામાં ચંદનને ગ્રહણ કરવા માટે એક મોટી પેટીને જુએ છે. ૩૨૧.
ઉપદેશ સપ્તતિ
૪૨