________________
૩૭. કમલ સમાન લોચનવાળી તેને લઈને લલિતાગ, પોતાના ગામમાં ગયો. તેણીની સાથે અત્યંત સુખને ભોગવે છે. ૩૦૮.
* ૩૮. ત્યાં પણ તે બન્ને પ્રીતિવાળા થયા. પ્રવજ્યા ગ્રહણ કરીને દેવલોકમાં ગયા. એ પ્રમાણે તે બન્નેના દરેક ભવ અત્યંત સુખવાળા થયા. ૩૦૯.
૩૯. હવે દશમા ભવમાં તે પોપટનો જીવ શ્રેષ્ઠ પુણ્યવાળો મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરિકિણી નગરીમાં ચક્રવર્તી થયો. ૩૧૦.
૪૦. મૈત્રીથી પવિત્ર થયેલ પોપટીનો જીવ તેનો મંત્રી થયો. લાંબા (ઘણા) કાળ સુધી રાજ્ય સુખોને સ્નેહથી અનુભવ્યા છે. ૩૧૧.
૪૧. અંતે જ્ઞાનીની પાસે પૂર્વભવોને જાણેલ તે બન્ને પ્રવજ્યા ગ્રહણ કરીને કેવલજ્ઞાન પામીને મોક્ષમાં ગયા. ૩૧૨.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પ્રથમ અધિકારમાં દશમો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ ૪૧