________________
૨૮. શ્રેષ્ઠ મંત્રીએ તે રાજપુત્રોને બોલાવીને કહ્યું - હે ભદ્રો ! તમે શા માટે માન્ય નથી કરતા? અન્યથા (જો તમે માન્ય ન કરો તો) કન્યા બળી જશે. ર૯૯.
* ૨૯. પરસ્પર માત્સર્ય વડે રંગાયેલ મનવાળા તેઓ નહીં માનતે છતે કન્યાએ ચિતામાં પ્રવેશ કર્યો. પાછળથી લલિતાગે પણ ચિતામાં પ્રવેશ કર્યો. ૩00.
૩૦. બીજા પણ તુચ્છ સ્નેહવાળા ત્રણે ત્યાં જ રહ્યા. હાહાકાર કરવામાં તત્પર લોકોએ પરસ્પર કોલાહલ કર્યો. ૩૦૧.
૩૧, તેટલામાં મંત્રી વડે નીમેલ માણસ વડે ચિતા પ્રગટ કરાઈ. ચિતાની નીચેની પૃથ્વીના ભાગમાં સુરંગનું બારણું ઉઘાડું કરાયું. ૩૦૨.
૩૨. પ્રવેશ કરીને તે જોડકું મંત્રીના ઘરમાં ગયું. વળી ત્યાં ગુપ્ત રીતે સ્નાનપાનાદિક ક્રિયા કરે છે. ૩૦૩..
૩૩. કંઈક પશ્ચાતાપના આશયવાળા તે ત્રણે રાજપુત્રો લલિતાંગના સાહસની . પગલે પગલે પ્રશંસા કરે છે. ૩૦૪.
- ૩૪. મંત્રી વડે તેઓ ફરીથી પૂછાયા. તે જોડકું કદાચ જીવતું થાય તો પછી તે
પરણાવાય ? ૩૦૫.
. ૩૫. તેઓએ (ત્રણે રાજકુમારોએ) પણ કહ્યું - આમાં શું પૂછો છો ? વળી અમે ' વિવાદ નહીં કરીશું ? અહીં સર્વે પણ નગરના લોકો સાક્ષી માટે છે. ૩૦૬.
૩૬. ત્યાર પછી મંત્રીના વાક્યથી તે યુગલ ફરીથી પ્રગટ થયું અને માતા-પિતા વડે તે બન્નેનો વિવાહ-મહોત્સવ કરાયો. ૩૦૭.
ઉપદેશ સપ્તતિ ૪૦