________________
“ઉપદેશ-૧૦” ૧.ગતાનુગતિ વડે (એક-બીજાની દેખાદેખી) કરાયેલી પરમાત્માની પૂજા શ્રેષ્ઠ સંપત્તિને આપે છે. જેમ પોપટ પણ દરેક જન્મમાં ચડતા પ્રકર્ષવાળી લક્ષ્મીને પામીને ચક્રવર્તી થયો. ૨૭૧.
૧. વૈતાદ્યપર્વતના ઉદ્યાનમાં કોઈક શ્રેષ્ઠ દેવકુલમાં વિઘાઘર વડે પૂજનીય કોઈક અરિહંત પરમાત્માની પ્રતિમા છે. ૨૭૨.
૨. એક વખત પોપટયુગલે તેવા પ્રકારની તે પ્રતિમાને જોઈને જંગલી પત્રપુષ્પ વિગેરેથી શુભભાવપૂર્વક પૂજા કરી. ૨૭૩.
૩. એ પ્રમાણે ઘણા સમય સુધી પૂજા કરવા વડે સમ્યક્ત પામીને પ્રથમ દેવલોકમાં સારા ઐશ્વર્યવાળા દેવ-દેવી થયા. ર૭૪.
૪. અને આ બાજુ રમણીય નામની વિજયમાં લોકોથી વ્યાપ્ત શ્રી મન્દિર નગરમાં નરશેખર નામનો રાજા હતો. ૨૭૫.
૫. તેની (નરશેખર રાજાની) કીર્તિમતી નામે પત્ની હતી. પોપટનો જીવ ત્યાંથી આવીને મણિકુણ્ડલ નામે તેનો પુત્ર થયો. ૨૭૯.
' ' . તે જ વિજયમાં વિજયવતી નગરીમાં ત્યારે રત્નચૂડ રાજા અને તેની પત્ની
મહાદેવી હતી. ૨૭૭.
- ૭પોપટીનો જીવ તેમની પુત્રી પુરજરજસા નામે થઈ. એક વખત ચિત્રપટમાં કુમારે તેણીના (પુરજરજમાના) રૂપને જોયું. ૨૭૮.
૮. પૂર્વભવના સંબંધથી અત્યંત વ્યામોહ પામેલ મનવાળો તે (કુમાર) માતાપિતાથી ઉત્સવો વડે હર્ષપૂર્વક તેણીની સાથે પરણાવાયો. ૨૭૯.
ઉપદેશ સપ્તતિ ૩૭