________________
૧. ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના જિનેશ્વરોની પ્રતિમાના પ્રમાણસરથી આંગળીઓ લાંબી હતી. ત્રણ લોક સંબંધી લક્ષ્મીને પ્રાપ્ત કરેલ, ઋષભાદિથી માંડી શ્રી વર્ધમાનસ્વામી પર્યત ચોવીશ તીર્થકરોનું, સિદ્ધોનું શરણ અમે સ્વીકારીએ છીએ. ૨૩૨. નાગપુરાણમાં - ૧. અડસઠ તીર્થોની યાત્રા વડે જે ફળ મળે છે તે ફલ આદિનાથ પરમાત્માના સ્મરણવડે પણ પ્રાપ્ત થાય છે. ૨૧૩.
વાસ્તુવિદ્યામાં -
૧. પ્રાસાદ, (દહેરાસર), રંગમંડપ, છત્ર, પર્યકાસન ગ્રહણ કરવા વડે, નિર્દોષ દૃષ્ટિવાળી એવી મૂર્તિ વડે જિનેશ્વર પરમાત્મા વિના બીજો કોઈ દેવ નથી. ૨૧૪.
૨૦. એ પ્રમાણે વેદ અને પુરાણમાં કહેવાયેલ અનેક યુક્તિઓ સાંભળીને વિષની જેમ મિથ્યાત્વને ત્યાગ કરતો એ સમ્યક્ત્વને પામ્યો. ૨૫.
૨૧. ત્યારે જ ઉત્પન્ન થયેલ વૈરાગ્યવાળો, સંસારની અસારતાને જાણતો, ગર્ભિણી સ્ત્રીને મૂકીને તેમની પાસે વ્રતને ગ્રહણ કર્યું. ૨૦૭. - ૨૨. બધા પૂર્વોને ભણીને અનુક્રમે આચાર્યપદને પ્રાપ્ત કરેલ શ્રીમાનું
શથંભવસૂરીશ્વરજી મહારાજાએ પૃથ્વી પર વિહાર કર્યો. ૨૦૭. - ૨૩. આચાર્ય ભગવંતે મનકનું આયુષ્ય અલ્પ જાણીને અને (તેને) દીક્ષા . આપીને પોતે રચેલ દશવૈકાલિક ગ્રંથ જેમણે મનકને ભણાવ્યો ૨૭૮. - ૨૪. આ પ્રમાણે ઘણા કાળ સુધી ભવ્ય જીર્વોના સમુદાયને પ્રતિબોધ કરીને *. વીર પરમાત્મા પછી ૯૮ (અઠ્ઠાણું) વર્ષ ગયે છતે તેમણે સ્વર્ગનું સામ્રાજ્ય અનુભવ્યું. ૨૬૯.
૨૫. એ પ્રમાણે જિનેશ્વરની પ્રતિમા પણ સમજ્ઞાનની પ્રાપ્તિનું કારણ થાય છે. એ પ્રમાણે જાણીને બુદ્ધિમાન પુરુષો તેની (જિનપ્રતિમાની) જ પૂજા કરો. જેથી તમારી મોક્ષ પામવાની ઈચ્છા સર્જાય. (પૂર્ણ થાય.) ર૭૦. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં નવમો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ ૩૬