________________
૯. તેના યજ્ઞકર્તાના) વચન પર અશ્રદ્ધાવાળા તેણે તલવારને ઉપાડીને કહ્યું. જો સાચું નહિ બોલે તો તારું મસ્તક છેદી નાંખીશ. ૨૫૧.
* ૧૦. મસ્તકનો છેદ થવા આવે તો તત્ત્વ કહેવું જોઈએ, એ પ્રમાણે વેદવચનનું
સ્મરણ કરતો યજ્ઞકર્તા બોલ્યો. હે ભટ્ટ ! જે આ યજ્ઞનો ખીલો છે. ઉપર.
૧૧. તેની નીચેની ભૂમિમાં અરિહંત પરમાત્માની પ્રતિમા સ્થાપન કરાયેલી વિદ્યમાન છે. તેના પ્રભાવથી વિનોની પરંપરા નાશ પામે છે. રપ૩.
૧૨. અરિહંત પરમાત્માની પ્રતિમા વિના વૈતાલ-બંતર-પ્રેત-શાકિની-રાક્ષસ વિગેરે અવશ્ય યજ્ઞનો નાશ કરે છે. ૨૫૪.
૧૩. (પ્રતિમા વિના) બાકી તો બહારનો વિસ્તાર છે. સર્વ પણ ઉદરની પૂર્તિને માટે છે. આડંબર વિના મૂર્ખ લોકો પણ માનતા નથી. રપપ.
૧૪. ત્યાર પછી ત્યાં ખોદાવીને પરમાત્માની પ્રતિમાને ગ્રહણ કરીને શયંભવ ઉપાશ્રયમાં ગયા અને નમસ્કાર કરીને તે ગુરુને પૂછ્યું. ૨૫ક. - ૧૫. આ દેવનું લક્ષણ શું છે? સ્વરૂપ શું છે ? શું નામ છે ? અને આવા આ પ્રકારના (દેવ) કેટલા થયા? હે પ્રભો ! તે સર્વ જણાવો. ૨૫૭. * ૧૬. રાગાદિ શત્રુઓ પર વિજય મેળવેલ, તેજથી યુક્ત, મોક્ષપદને પ્રાપ્ત . કરેલ જિનેશ્વરોમાં આ સોળમા શ્રી શાંતિનાથ ભગવાન છે. ૨૫૮.
૧૭. આવા પ્રકારના ચોવીસ ભગવાન છે વગેરે આચાર્ય ભગવંત વડે નિવેદન કરાયે છતે તે શયંભવ ભટ્ટ તે પ્રતિમાને જોત-જોતો વિચારવા લાગ્યો. ૨૫૯.
૧૮. પ્રશમરસમાં ડૂબેલા, પ્રસન્ન દૃષ્ટિવાળા, કમલના ચિહ્ન જેવા મુખવાળા, કામિનીના સંગથી રહિત, જેમના બન્ને હાથ પણ શસ્ત્રના સંબંધથી રહિત છે, તેથી તમે જ જગતમાં વીતરાગદેવ છો. ૨૬૦.
૧૯. આચાર્ય ભગવંતે પણ કહ્યું કે વેદ પુરાણાદિમાં પણ ખરેખર જિનેશ્વર પરમાત્માનું જ દેવપણું જોવાય છે. એ પ્રમાણે યજુર્વેદનું વચન છે. ૨૦૧.
ઉપદેશ સપ્તતિ ૩૫