________________
“ઉપદેશ-૯” ; ,* ૧. ચંદ્રરૂપી જિનેશ્વર પરમાત્માની પ્રતિમા ભવરૂપી સમુદ્રમાં ડૂબેલા પ્રાણીઓને તારે છે. જે કારણથી જે જિનપ્રતિમાના દર્શનથી જ શ્રેષ્ઠ એવા શäભવ સૂરી સમ્યગ્દર્શનને પામ્યા. ૨૪૨.
૧. શ્રી જંબૂસ્વામીના શિષ્ય શ્રી પ્રભવસ્વામીએ એક વખત ગચ્છમાં અને સંઘમાં શિષ્ય માટે ઉપયોગ મૂક્યો. ર૪૩.
૨. તેવા પ્રકારના સુપાત્રનો તેમાં અભાવ હોવાથી બીજા દર્શનમાં પણ તેમણે ઉપયોગ મૂક્યો. ૨૪૪.
૩. ત્યારે શ્રુતજ્ઞાનના ઉપયોગથી રાજગૃહ નગરમાં યજ્ઞના નિર્માણમાં તત્પર એવા શવ્યંભવ ભટ્ટને જોયા. ૨૪૫.
૪. સર્વ વિદ્યાગુણોથી યુક્ત તેને (શવ્યંભવસૂરિને) યોગ્ય જાણીને તેઓએ પોતાના બે સાધુને શિક્ષણ આપીને તેમની (શયંભવ ભટ્ટ) પાસે મોકલ્યા. ૨૪૬.
૫. તે બન્ને પાસેથી શવ્યંભવે - અહો ! ખેદની વાત છે, અહો! ખેદની વાત છે (ક) (તમારા વડે) તત્ત્વ જણાતું નથી. એ પ્રમાણે અડધો શ્લોક સાંભળ્યો. ૨૪૭.
ક. તે બન્નેના એ પ્રમાણે વચનો સાંભળીને વિસ્મય પામેલ ભટ્ટ વિચાર્યું. ખરેખર આ બે મહાત્માઓ ક્યારેય પણ અસત્ય બોલનાર ન હોય. ૨૪૮.
: ૭. અહીં જે કાંઈ તત્ત્વ (રહસ્ય) છે તે જડબુદ્ધિવાળા અમે જાણતા નથી. ત્યાર પછી યજ્ઞ કરનારને પૂછ્યું. તેણે (યજ્ઞકર્તાએ) પણ તેને એ પ્રમાણે કહ્યું. ૨૪૯.
૮. અહીં શું પૂછવા યોગ્ય છે? યજ્ઞથી જ પ્રાણીઓના રોગની શાંતિ, પ્રજાનું હિત અને વિનોનો નાશ નિશ્ચિત છે. ૨૫૦.
ઉપદેશસપ્તતિ ૩૪