________________
૧૮. રાજાએ ફરીથી ચેતનાવાળી એવી તેણીને બોલાવી. તેણીએ પણ તે વૃદ્ધને બોલાવીને પોતાના સ્વરૂપને એ પ્રમાણે કહ્યું. ૨૩૪.
. ૧૯. પૂર્વ ભવમાં હું આ વૃદ્ધની પત્ની હતી. હે દેવ ! આ પરમાત્માની પ્રતિમાની પૂજા કરવા વડે આ ભવમાં હું તમારી પત્ની થઈ છું. ૨૩૫.
૨૦. હે વિભો ! મારા વડે ઘણું કહેવાય છતે પણ એણે પરમાત્માની પ્રતિમાની પૂજા ન કરી તેથી આજે પણ આની (વૃદ્ધની) આવી દશા દેખાય છે. ૨૩૬.
જે કહ્યું છે કે –
૧. અટવીમાં નવી વહી રહેલી નદી પ્રાપ્ત થઈ છે. પાણી હાથમાં છે. તે આર્ય! આજે પણ આ કુત્સિત (બિચારી) વાડીની એની એ જ પરાભૂત અવસ્થા છે. (કારણ કે વાડી નદી પાસે જાય, તો પોતે લીલીછમ બને ને ? આ મારા પતિએ પરમાત્માને પૂજ્યા હોય, તો પોતે મારા જેવા બની શકે ને ?) ૨૩૭.
૨૧. તે - તે જ્ઞાન વડે પોતાની પ્રિયાને ઓળખીને વૃદ્ધ પણ દેવપૂજા વિગેરે ધર્મકાર્યમાં તત્પર બન્યો. ૨૩૮.
• ૨૨. દેવપાલ રાજાએ પણ નગરના લોકોની સાથે પોતાના મહેલમાં ધ્વજાપૂજા વિગેરે ઓચ્છવોને હંમેશા કરાવ્યા. ર૩૯.
૨૩. ઘણા કાલ સુધી રાજ્યનું પાલન કરીને અંતે વ્રતથી પવિત્ર થયેલ પત્ની . યુક્ત તે રાજા મોક્ષને પામ્યો. ૨૪૦.
- ૨૪. ગરીબ માત્રને વિષે પણ તેવા પ્રકારના રાજ્યના વૈભવને સાંભળીને જિનેશ્વર પરમાત્માની પૂજામાં કયો પુરુષ અલ્પ આદરવાળો થાય ? ૨૪૧.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં આઠમો ઉપદેશ છે. I.
ઉપદેશ સપ્તતિ ૩૩