________________
૯. દેવપાલે કહ્યું. મને રાજ્ય આપો. દેવે કહ્યું, સાતમા દિવસે તને રાજ્ય મળશે, તેમાં સંશય નથી. ૨૨૫.
૧૦. તે જ સમયે પુત્ર રહિત એવો રાજા મૃત્યુને પામ્યો. તે ક્ષણથી પ્રધાનો વડે પાંચ દિવ્યો પ્રગટ કરાયા. ૨૨૬.
૧૧. દેવે કહેલ દિવસે (સાતમા દિવસે) વૃક્ષની નીચે સુતેલા તેને પાંચ દિવ્યોએ આવીને શ્રેષ્ઠ મહિમાવાળું રાજ્ય આપ્યું. ૨૨૭.
૧૨. તેને રાજાપણું પ્રાપ્ત થયે છતે પણ કેટલાક તેની આજ્ઞા માનતા નથી. પરંતુ ઉલ્ટી (તેની) અવજ્ઞા કરે છે કે ખરેખર આ તો નોકર છે. ૨૨૮.
૧૩. દેવપાલે પણ તે દેવને બોલાવીને એ પ્રમાણે વિનંતી કરી આ રાજ્યવડે સર્યું. (એના કરતાં તો) મારું સેવકપણું જ શ્રેષ્ઠ છે. ૨૨૯.
૧૪. દેવે કહ્યું - કુંભારની પાસેથી માટીનો હાથી કરાવીને તેના પર આરૂઢ થઈને તું રાજવાટિકામાં જા, ૨૩૦.
૧૫. એ પ્રમાણે કરવાથી તારી થોડી પણ અવજ્ઞા નહીં થાય. દેવપાલે એ પ્રમાણે કર્યુ. ત્યાર પછી સર્વત્ર તેની આજ્ઞા થઈ. ૨૩૧.
૧૬. પોતે બંધાવેલ મહેલમાં તે (જંગલમાં રહેલી) પ્રતિમાની સ્થાપના કરાવી અને પ્રાચીન રાજાની (પહેલાના રાજાની) પુત્રી તેની પત્ની થઈ. ૨૩૨.
૧૭. એક વખત ગામથી બહાર રહેલ કોઈક વૃદ્ધને જોઈને ઝરૂખામાં રહેલી રાણી તે રાજા જોતે છતે પણ મૂર્છાને પામી. ૨૩૩.
ઉપદેશ સપ્તતિ
૩૨