________________
“ઉપદેશ-૮” ૧. જે. કારણથી અજ્ઞાનભાવથી પણ કરાયેલ જિનેશ્વર પરમાત્માની પૂજા લોકોને મોક્ષપદને આપે છે. (જેમ કે) જંગલમાં રહેલ ભગવાનની પ્રતિમાને પૂજનાર તે દેવપાલ પણ મુક્તિને પામ્યો. ૨૧૩.
૧. કોઈક શ્રેષ્ઠિના સેવક (નોકર) દેવપાલે એક વખત વનમાં બળદોને ચરાવતા અરિહંત પરમાત્માની એક પ્રતિમાને જોઈ. ૨૧૭.
૨. તત્ત્વને નહિ જાણતા પણ તેણે નજીકની નદીના જલ વડે પ્રક્ષાલ કરીને પુષ્પ વિગેરેથી તે પ્રતિમાની પૂજા કરી. ૨૧૮.
- ૩. આ પરમાત્માની પૂજા કર્યા વિના મારા વડે ભોજન કરવા યોગ્ય નથી. (અર્થાત્ હું ભોજન નહીં કરું) એ પ્રમાણે નિશ્ચય કરીને સમાધિપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યો. ર૧૯.
: ૪. વર્ષાઋતુના આરંભમાં એક વખત નદીમાં અત્યંત દુઃખે તરી શકાય એવું મોટું પૂર આવતે છતે અભિગ્રહમાં એકાગ્ર બનેલો જંગલમાં જવા માટે અસમર્થ એવો તે ઘરે રહ્યો. ૨૨૦.
- A ૫. અમારા ઘરમાં પણ પરમાત્માની પ્રતિમાઓ છે. તેમની જ પૂજા કરી લે.
શ્રેષ્ઠી વડે એ પ્રમાણે કહેવાતે છતે પણ તે નકર ભોજન કરતો નથી. ર૨૧. '
કે. હવે સાત દિવસ પછી નદીનું પૂર દૂર થયે છતે જ્યારે તે જંગલમાં રહેલ) • પ્રતિમાની નજીકમાં જાય છે તેટલામાં તેણે સિંહને જોયો. ર૨૨.
૭. એણે (દેવપાલે) ભયંકર એવા સિંહની પણ શિયાળની જેમ અવગણના કરીને તે પ્રતિમાની પૂજા કરી. સત્ત્વથી શું સિદ્ધ થતું નથી ? ૨૨૩.
૮. તેના (દેવપાલના પૂજાના) નિશ્ચય વડે ખુશ થયેલ તે (પ્રતિમા) નો અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થયો (અને) કહ્યું, હે મહાન આશયવાળા ! તું વરદાન માગ. ૨૨૪.
ઉપદેશ સપ્તતિ ૩૧