________________
જે કહેવાયેલું છે કે -
૧. પહેલા ઐશ્વર્ય વિગેરે ગુર્ણોથી યુક્ત વી૨ ૫૨માત્મા ધર્મને કહેતે છતે પણ બુદ્ધિશાળી અભયકુમાર મંત્રી હોતે છતે પણ જેને (જે જીવદયાને) કરવાને માટે શ્રેણિક મહારાજા સમર્થ ન થયા.
તે જીવરક્ષાને જેમના વચનામૃતનો આસ્વાદ કરીને કુમારપાલ રાજાએ સહજ રીતે કરાવી. તે શ્રી હેમચન્દ્ર ગુરુ જય પામો. ૨૧૨.
૨. કલ્યાણકારી લક્ષ્મીથી યુક્ત એવા પાટણમાં કુમારપાલ રાજાના ગુરુ શ્રી હેમચન્દ્રસૂરી ને હર્ષપૂર્વક સ્વર્ગલોકના ઈન્દ્ર પ્રણામ કરીને વિદિત કરે છે, હે સ્વામિ ! તમારા વડે આ સારું કરાયું કે -
હે દેવ ! અભયને વિસ્તારતા આપના વડે મૃગમાં ચન્દ્રને સ્થાન અપાયું, પાડા ઉપર યમને સ્થાન અપાયું, જળ-જંતુઓને વિષે જળ-જંતુઓના અધિપતિને સ્થાન અપાયું, મત્સ્ય વરાહ કાચબા ઉપર વિષ્ણુને સ્થાન અપાયું. ૨૧૩.
૨૩. યાવજ્રજીવ (જીવનપર્યંત) શ્રીમદ્ પરમાત્માના ધર્મની એકછત્રતાનું સર્જન કરતાં જે પદ્મનાભ પરમાત્માના પ્રથમ ગણધર થશે. ૨૧૪.
૨૪. એ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની અલ્પ પણ પૂજા અત્યંત કલ્યાણનું એકમાત્ર હેતુ થાય છે. એ કારણથી પણ ધર્મકાર્યમાં તે (જિનપૂજા) જ સઘળા હંમેશા મુખ્યપણે કરવા યોગ્ય છે. ૨૧૫.
। એ પ્રમાણે ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં સાતમો ઉપદેશ છે. II
ઉપદેશ સપ્તતિ 30