________________
માઘમાં પણ એ પ્રમાણે કહેવાય છે –
૧. પૂર્વે શુભ કાર્યના આચરણ વડે કરાયેલું પુણ્ય ભવિષ્યના શુભનો હેતુ છે અને હમણાં પાપનું હરણ કરે છે. ત્રણે કાળમાં પણ આપનું દર્શન પ્રાણીઓની યોગ્યતાને સ્પષ્ટ કરે છે. ૨૦૩.
વિષ્ણુની પ્રતિ નારદ કહે છે -
૨. જે કારણથી જિનેશ્વર પરમાત્માની પૂજા જ સર્વસંપત્તિની સાક્ષી છે. તે કારણથી નિશ્ચયે હું પણ શીધ્ર જિનેન્દ્રની પૂજા કરું છું. ૨૦૪.
૧૯. એ પ્રમાણે વિચાર કરીને જુગારમાં જીતાયેલ પોતાની જ નવકોડીવડે પુષ્પોને ગ્રહણ કરીને જિનેશ્વર પરમાત્માને પૂજ્યા. ૨૦૫.
૧૭. ગુરુના મુખવડે ભક્તિના રંગથી ઉછાળા મારતા હૃદયવાળા શુભની અભિસંધિથી પવિત્ર થયો છે આત્મા જેનો એવા એણે (જેત્રે) તે દિવસે ઉપવાસ પણ કર્યો. ૨૦૬.
૧૮. અનુક્રમે મરીને તે અરિહંત પરમાત્માનો પરમ શ્રાવક કુમારપાલ નામે 'ગુજરાત દેશનો રાજા થયો. ૨૦૭.
- ૧૯. ક્રમે કરીને ઓઢર તે ઉદાયન મંત્રી, સાર્થપતિ જેસલ તે જયસિંહ અને આચાર્ય યશોભદ્ર તે આચાર્ય હેમચંદ્રસૂરિ એ પ્રમાણે તેઓ થયા. ૨૦૮.
૨૦. કોંકણ, મહારાષ્ટ્ર, કાર, જાલન્ધર, સપાદલક્ષ, મેવાડ, દિપ તે પ્રમાણે - કાસી તટમાં ૨૦૯.
૨૧. કર્ણાટક, ગુજરાત, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ, સૈન્ધવ, ઉચ્ચા, ભંભીરા, મારવાડ તેમજ માલવામાં (એ અઢાર દેશ). ૨૧૦.
૨૨. એ પ્રમાણે જેણે અઢાર દેશોમાં પાપી એવા કલિકાળમાં પણ જે પહેલા કોઈના વડે પણ નહિ કરાયેલો એવો અમારિ પટહ ફેલાવ્યો. ૨૧૧.
ઉપદેશસપ્તતિ ૨૯