________________
૨૫. જ્યાં સુધી બાર હજાર ગુણા દ્રવ્ય થાય ત્યાં સુધી સઘળું દ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના સ્થાનમાં વાપરીશ. હે મુનિ ભગવંત ! તમારી પાસે આ વાતનો સ્વીકાર કરીએ છીએ. એમ સ્વીકારીને અને તેમને (મુનિને) પ્રણામ કરીને બંને પોતાના ઘરે આવ્યા. ૨૪૫૫.
૨૬. કેટલોક કાળ ગયે છતે અને અશુભ કર્મ ક્ષીણ થયે છતે પ્રાયશ્ચિતના સ્થાનમાં (પ્રાયશ્ચિત્તમાં) કહેવાયેલું સઘળું ધન અર્પણ કરતે છતે - ર૪૫૩.
૨૭. પહેલાની જેમ તે બંનેને બાર કરોડ સુવર્ણ થયા. તેથી તે બંને સર્વ વ્યાપારીઓમાં અગ્રપણાને પામ્યા. ૨૪૫૭.
૨૮. જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યની વૃદ્ધિમાં જ એક પરાયણ એવા તે બંને આજીવન જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને અખંડ રીતે આરાધી (પાલન કર્યું). ૨૪૫૮.
૨૯. અંતે મોટા ઉત્સવપૂર્વક તપસ્યા કરીને ઘણા કાળ પર્યત ચારિત્રની આરાધના કરીને તે બંને અનુક્રમે સદ્ગતિમાં ગયા. ર૪૫૯.
૩૦. એ પ્રમાણે દેવદ્રવ્ય - જ્ઞાનદ્રવ્ય - સાધારણદ્રવ્ય વિગેરે દ્રવ્યને સારી (રીતે) યુક્તિપૂર્વક વ્યક્તિ વડે થાપણ રાખવી જોઈએ (- થાપણ કરવી જોઈએ) અને તત્ત્વને જાણનાર એવા શ્રાવકોએ વ્યવસ્થિત રીતે વાપરીને નિર્લેપ થવાય તે પ્રમાણે વિચારવું. ૨૪૬૦.
છે. એ પ્રમાણે શ્રી પરમ ગુરુ તપાગચ્છના નાયક શ્રી સોમસુન્દરસૂરીશ્વરજી મહારાજના ચરણ કમળમાં હંસસમાન મહોપાધ્યાય શ્રી ચારિત્રરત્ન ગણિવર્ય,
તેમના શિષ્ય પંડિત શ્રી સોમધર્મગણિ વડે રચાયેલી શ્રી ઉપદેશની સપ્તતિમાં ગૃહસ્થ ધર્મ સ્વરૂપ પાંચમો અધિકાર છે અને
આ ઉપદેશસપ્તતિકા સમાપ્ત થઈ.
ઉપદેશ સપ્તતિ ૩૧૨