________________
૨૭. તું સાધર્મિક વાત્સલ્ય સ્વરૂપ માયાને છોડી દે, લજ્જાનો ત્યાગ કર. તારા વડે દાનશાલાના આડંબરને ધારણ કરવા પૂર્વક લોકો શા માટે છેતરાય Jછે? ૨૪૧૪. •
૨૪. તેના એ પ્રમાણેના નિષ્ફર વચનોને સાંભળીને પણ તેણે કોપ ન કર્યો, છે પરંતુ પોતાના પુણ્યની અપૂર્ણતાને જાણતા એવા તેણે પોતાની નિંદા કરી. ૨૪૧૭. ' ૨૯. હવે રાજાના ભાવને જાણીને પવિત્ર વચનવાળા મંત્રીએ કહ્યું, હે સ્વામિનું! આ શ્રાવકના રૂપને ધારણ કરવા પૂર્વક છલને કરનાર કોઈ પણ દેવ છે. ૨૪૧૭.
૩૦. હે રાજન! જો શ્રાવકના વેષને વિષે તારી ભક્તિ છે તો ચંદન-અગરૂકર્પર-કસ્તૂરી વિગેરેને આચર. ૨૪૧૭.
૩૧. એ પ્રમાણે સાંભળીને રાજાએ ચન્દન-અગમ્યુમિશ્રિત ધૂપને સળગાવ્યો અને તેમની આગળ ભક્તિપૂર્વક સુંદર વાક્યો બોલ્યો. ૨૪૧૮.
- ૩૨. “તમે કોણ છો ? મને પાવન કરવા માટે શ્રાવકના વેષને ઘારણ કરીને અહીં આવ્યા છો ? મારા પર કૃપાને કરતા એવા તમે મહેરબાની કરો. હે દેવ ! પ્રગટ થાઓ.” ૨૪૧૯. .
૩૩. ત્યારબાદ ઈન્દ્ર રૂપને પ્રગટ કરીને તેને કહ્યું, તમે ધન્ય છો, જેની સાધર્મિકજનને વિષે આવા પ્રકારની ભક્તિ છે. ૨૪૨૦. - ૩૪. જગતમાં પોતાના પેટને ભરનારા, કરોડો માણસો દેખાય છે, પરંતુ એક સાધર્મિકનું પણ વાત્સલ્ય કરનાર કોઈ નથી. ૨૪૨૧.
૩૫. માયારહિતપણા વડે ઈન્દ્ર મહારાજાએ તેની પ્રશંસા કરીને, કરોડો રનની વૃષ્ટિ કરીને અને દિવ્ય ધનુષને ગ્રહણ કરીને પોતાની રાજધાનીને અલંકૃત કરી. ૨૪૨૨.
૩૬. શ્રી દંડવીર્ય રાજા પણ શત્રુંજયની યાત્રા કરીને અને સંઘપતિ પદને પ્રાપ્ત કરીને આત્માના દર્શનનો ઉદય કરનારી કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીવાળા અનુક્રમે નિર્વાણ નગરમાં ગયા. ૨૪૨૩.
એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં સોળમો ઉપદેશ છે. તે
ઉપદેશસતતિ ૩૦૬