________________
૧૮. હે શ્રાવક ! હું તમને અભિવાદન કરું છું. એ પ્રમાણે ઉભા થઈને બોલતા પવિત્ર પાણી વડે આચમન કરીને (પીને) તેણે (શ્રાવકે) ઘરમાં પ્રવેશ કર્યો. ૨૪૦૫.•
૧૯. કપટથી આસ્તિક થયેલ તેણે કરોડો શ્રાવકો માટે તૈયાર થયેલ ભોજનને ક્ષણ માત્રમાં જ દિવ્ય પ્રભાવથી એકલાએ ખાધું. ૨૪૦૬.
૨૦. અરે ! ભૂખ વડે વ્યાકુલ એવા મને અન્નને પીરસ (આપ). હે રસોઈયાઓ! દંડવીર્ય રાજા શા માટે લજ્જાપાત્ર કરાય છે ? ૨૪૦૭.
૨૧. ગુપ્તચરો વડે રાજાને તે સ્વરૂપને વિષે જણાવાતે છતે સ્વયં તેણે આવીને એક માસના ઉપવાસીની જેમ ઈન્દ્ર મહારાજાને જોયા. ર૪૦૮.
૨૨. માયા વડે થયેલ શ્રાવકે પણ રાજેન્દ્રને શ્રદ્ધાથી યુક્ત જોઈને દીનભાવને બતાવતા કઠોર વચનો કહ્યા. ૨૪૦૯. .
: ૨૩. હે રાજનું! તારાં વડે આ રસોઈયાઓ શ્રાવકને ઠગવા માટે રખાયા છે? અત્યંત ભૂખ્યા એવા એકલા મને પણ જેઓ સંતુષ્ટ કરતાં નથી. ૨૪૧૦.
ર૪. તે સાંભળીને કાંઈક કુપિત થયેલ રાજાએ પોતાની નજર (દષ્ટિ) સામે રસોઈઆમો વડે સેંકડો મૂઢક પ્રમાણ અનાજ રસોઈઆઓ પાસે રંધાવ્યું. ૨૪૧૧.
૨૫. જેમ અંગ્નિ સર્વ લાકડાના સમૂહને કોળીયા કરે તેવી રીતે ત્યારે તેણે માયા વડે ક્ષણ માત્રમાં જ રાજાની સમક્ષ (અન્નને પ્રમાણે ખાધું.) ૨૪૧૨.
૨૩. માયાળુ શ્રાવકે ફરીથી કહ્યું, જે પહેલાના કુલ, કીર્તિ અને પુણ્યને વૃદ્ધિપણામાં ન લઈ જાય. તેવા જન્મેલા તમારા વડે કરીને શું? ૨૪૧૩.
ઉપદેશ સપ્તતિ ૩૫