________________
“ઉપદેશ-૧૬”
૧. ગુણીજનોને વિષે ગુણાનુરાગને કરતાં સાધર્મિકોનું વાત્સલ્ય પ્રફુલ્લિત બુદ્ધિ દ્વારા આસ્તિક લોકો વડે ક૨વા યોગ્ય છે. જે પ્રમાણે સાધર્મિક વાત્સલ્ય શ્રી દંડવીર્ય વડે કરાયું. ૨૩૮૭.
૧. અયોધ્યાનગરીમાં શ્રી ભરત રાજાના વંશમાં આઠમો તેજ અને યશનો ભંડાર દંડવીર્ય નામે રાજા હતો. ૨૩૮૮.
૨. ત્રણ ખંડ પૃથ્વીની શોભા રૂપ એવા શ્રાવકોને ભોજન કરાવવા રૂપ ભરત મહારાજાના આચારને તે સારી રીતે સાચવતો હતો. ૨૩૮૯.
૩. એક વખત વિશાળ ભક્તિવાળા સોળ હજાર રાજાઓ બેઠેલા હોતે છતે સભામાં તેણે શ્રેષ્ઠ આસનને અલંકૃત કર્યું. ૨૩૯૦.
૪. હવે ભરત પછી છ કરોડ પૂર્વ ગયે છતે સભામાં બેઠેલા સૌધર્મેન્દ્રે ભગવાનના ગુણોનું સ્મરણ કર્યું. ૨૩૯૧.
૫. જગતને આલંબનભૂત સેંકડો શાખાઓથી યુક્ત, પુરુષરત્નને કલ્યાણકારી એવા સ્વામીના વંશને જોઈને સૌધર્મેન્દ્ર સ્તુતિ કરવા લાગ્યા. ૨૩૯૨.
૬. સભામાં બેઠેલા સૌધર્મેન્દ્રે અરિહંત પરમાત્માના ધર્મને ભણતા, સુંદર વીર્યવાળા દંડવીર્યને જ્ઞાન રૂપી ચક્ષુ વડે જોયા. ૨૩૯૩.
૭: હવે ઈન્દ્ર મહારાજા શ્રાવકનો વેષ કરીને અયોધ્યામાં આવ્યા. તેમણે ઉંચો હાથ કરીને રાજાને આશીર્વાદ વચન આપ્યું. ૨૩૯૪.
૮. ભરત રાજા વડે નિર્માણ કરાયેલા ચાર વેદોને ભણતા, દૃષ્ટિથી પવિત્ર કરાયેલ રસ્તામાં ચરણને સ્થાપન કરનાર, બ્રહ્મચર્ય ધારણ કરનાર ૨૩૯૫.
ઉપદેશ સપ્તતિ ૩૦૩