________________
૨૭. તેમાંથી એક રત્ન વડે પત્નીએ બીજે દિવસે શ્રેષ્ઠ વસ્તુઓ લાવીને શ્રેષ્ઠ ભોજન બનાવીને પોતાના પતિને ભોજન કરાવ્યું. ૨૩૮૩.
૨૮. ભોજન સમયે તેણીએ પતિને રત્નના સ્વરૂપને પૂછયું ? આ શું ? એ પ્રમાણે ભ્રાંતિવાળા તેણે પણ પોતાના વૃત્તાંતને કહ્યો. ૨૩૮૪.
૨૯. ખરેખર તે આ આપણા બંનેના શ્રી ધર્મનો જ મહિમા છે. એ પ્રમાણે તે દંપતીએ ધર્મમાં મનને નિશ્ચલ કર્યું. ૨૩૮૫.
૩૦. એ પ્રમાણે આ શ્રેષ્ઠી) ફરીથી અદ્ભુત સંપત્તિની પ્રાપ્તિથી રાજા વગેરેમાં માન્ય થયો. તેથી હે ભવ્યજનો ! તે સુપાત્રદાન - જિનપૂજા વિગેરે પુણ્યને જ કરો. ૨૩૮૩.
| એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં પંદરમો ઉપદેશ છે. .
- ઉપદેશ સપ્તતિ ૩૦૨