________________
૧૮. તો (ત્યારે) છ લાખ સુવર્ણ આને આપવા. એ પ્રમાણે દેવીનું વચન સાંભળીને સસરા વગેરે વડે તેની સમક્ષ તે જણાવાયું. ૨૩૭૪.
૧૯. તેણે પણ કહ્યું. પોતાના પુણ્યનું લેશમાત્ર પણ હું તમને નહીં આપું, મારા દાનની કિંમતમાં તમારું ધન કરોડમા અંશે પણ નથી. ૨૩૭૫.
૨૦. ત્યાર બાદ સત્ત્વનું આલંબન લઈને તે પોતાના નગર તરફ ચાલ્યો. પોતાના નગરની નજીક રહેલ નદીની પાસે જઈને અનુક્રમે વિચાર્યું. ૨૩૭૬.
૨૧. અહો ! જૈનધર્મની પ્રાપ્તિ વડે હંમેશાં ખુશ એવા મારે ધન વડે કરીને શું ? પરંતુ મારી પત્ની આર્તધ્યાનને કરશે હું શું કરું ? ૨૩૭૭.
૨૨. જે મોટા મનોરથો વડે મને ત્યાં મોકલનારી હતી. તે આવા પ્રકારની મારી અવસ્થાને જોઈને મરેલા માણસની જેવી થશે. ૨૩૭૮.
૨૩. તેથી સફેદ ગોળ કાંકરાઓને પણ ગ્રહણ કરીને ગાંઠડીમાં બાંધીને હું જાઉં: જેથી તેણી ખુશ થાય. ૨૩૭૯:
૨૪. શ્રેષ્ઠી એ પ્રમાણે વિચારીને તે મોટા પોટલાને મસ્તક ૫૨ મૂકીને ઘરે આવ્યો. પંત્ની પણ સન્મુખ આવી. ૨૩૮૦.
૨૫. ધન વડે પૂર્ણ થયેલ સ્વામી આવ્યા, એ પ્રમાણે ઉલ્લસિત મુખવાળી પત્નીએ મસ્તક પરથી ગાંઠડી ઉતારીને ક્યાંક ખૂણામાં મૂકી. ૨૩૮૧.
૨૬. પૂજા, સુપાત્રાન વગેરે ધર્મના મહિમાના યોગથી હવે તે સર્વ કાંકરાઓ જાત્યવંત રત્નો થયા. ૨૩૮૨.
ઉપદેશ સપ્તતિ ૩૦૧