________________
ઉપદેશ-૧૫” ૧. તે લોકો ! જો તમને સંસારની અભિલાષા વિદ્યમાન ન હોય તો સુપાત્રમાં ધનને વાવો. (વાપરો). ખરેખર તેવા પ્રકારની સારરહિત સંપૂર્ણ સંપત્તિનું ફળ દાન સિવાય બીજું કોઈ વિદ્યમાન નથી. ૨૩૫ડ.
૧. પહેલા અવનિપુરમાં નામ વડે અને સ્વભાવ વડે ભદ્રક શ્રેષ્ઠી રાજાને માન્ય હતો. (આની) પત્ની પણ તેના જેવા ગુણવાળી હતી. ૨૩૫૭.
૨. એક વાર તે દંપતીએ ગુરુ ભગવંતના મુખથી શ્રીધર્મને સાંભળીને તેમની પાસે પૂર્વે નહીં સ્વીકારેલા એવા કેટલાક અભિગ્રહોને સ્વીકાર્યા. ૨૩૫૮.
૩. તેણે ત્રણ કાળ પૂજા, બે ટંક પ્રતિક્રમણ, એકાંતરે ભોજન કરવું, સુપાત્રદાન, સચિત્ત ત્યાગ વગેરે નિયમોને સ્વીકાર્યા. ૨૩૫૯.
૪. તેની પત્નીએ પણ તે સર્વ નિયમોને ગ્રહણ કર્યા. તે બંને ગુરુભગવંતને નમસ્કાર કરીને ઘરે ગયા અને કેટલોક કાળ તે બંને વડે ધર્મ કરાયો. ૨૩૬૦.
૫. એક દિવસ પૂર્વે કરેલ કર્મના યોગથી તેનું ધન ક્ષીણ થયું. ત્યારબાદ વાનર પ્રાયઃ એવા તેને કોઈ પણ માનતું નથી. ૨૩૩૧.
૩. હવે પત્નીએ કહ્યું, તમે મારા પિતાના ઘરે જાઓ અને ત્યાં મારા ભાઈઓ પણ ધન વડે સમૃદ્ધ વિદ્યમાન છે. ૨૩૯૨.
. ૭. હે પ્રભો ! તેઓ તમને કેટલુંક ધન આપશે. તેનાથી વ્યાપારાદિ કરતાંકરતાં સુખી થાઓ. ૨૩૬૩.
: ૮. એ પ્રમાણે કહેતે છતે આને ત્યાં (સસરાના ઘરે) જવા માટે થોડો પણ ઉત્સાહ નથી. ખરેખર સસરાના ઘરે જવું પુરુષોને લજ્જા કરનારું હોય છે. ૨૩૧૪.
ઉપદેશ સપ્તતિ ૨૯૯