________________
૨૪. જિનેશ્વરે પણ કહ્યું કે - હે રાજેન્દ્ર ! આ આશાતનાને કરનાર નથી, પરંતુ એણે ચંદનના રસ વડે વિલેપન કર્યુ છે. ૧૮૧.
૨૫. જે વાક્યો તે (દેવે) કહ્યા, તેના ભાવાર્થને પણ અને શ્રેણિક વગેરેના તેના સાથેના સંબંધને મૂળથી પ્રભુએ કહ્યો. ૧૮૨
કહ્યું છે કે –
૧. દર્દુર દેવની ઈચ્છાથી કેટલાકનું મરણ સારું હોય, કેટલાકનું જીવન, કેટલાકનું મરણ અને જીવન (બંને સારા) અને કેટલાકના મરણ અને જીવન બંને અહિત કરનાર છે.
૨૬. અહીંથી ચ્યવીને એ મહાવિદેહમાં મોક્ષમાં જશે. એ પ્રમાણે સાંભળીને વિસ્મયથી પ્રફુલ્લિત થયેલા લોકો પોતપોતાના ઘરે ગયા. ૧૮૩.
૨૭. જિનેશ્વર પરમાત્માના ધ્યાન માત્રનું ફલ ઉત્તમ છે એ પ્રમાણે સાંભળીને ત્યાં જ યત્ન કરો. જેથી તમારો મોક્ષ થાય. ૧૮૫.
॥ એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં છઠ્ઠો ઉપદેશ છે. I
ઉપદેશ સપ્તતિ ૨૬