________________
“ઉપદેશ-૧૪” ૧. જેમાં દાન વગેરે ધર્મનું વિશેષ પ્રકારે પોષણ થાય છે. તેથી તેને મહાપુરુષોએ પૌષધ એ પ્રમાણે કહ્યું છે – કેટલાક ધન્ય પુરુષો તેનું હંમેશાં પાલન કરે છે. જેમ વ્યવહારીઓમાં અગ્રેસર એવા સુદત્ત વ્યવહારીએ કર્યું. ૨૩૧૮.
૨. સામાયિક અને પૌષધને વિષે સ્થિર થયેલા જીવનો જે સમય જાય છે તે સફળ જાણવો. બાકીનો સમય સંસારના ફળનો હેતુ જાણવો. ૨૩૧૯.
૧. કુસુમ છે પૂર્વમાં જેને એવા (કુસુમપુર) નગરમાં સૂર્યયશા નામે રાજા હતો. તેને જિન ધર્મને માનનારો મિત્રાનંદ નામે મંત્રી હતો. ૨૩૨૦.
૨. એક વખત સભામાં રાજા અને મંત્રીનો વિવાદ થયો. રાજાએ કહ્યું. અહીં પુરુષાર્થ એ જ પ્રમાણ છે પુણ્ય વડે કરીને શું ? ૨૩૨૧.
૩. પુરુષાર્થ કરનારનું સર્વ કાર્ય ફળને આપનારું થાય છે. સુતેલી વ્યક્તિની મુખમાં ક્યાંય પણ ફળ વિગેરે આવીને પડતા નથી. ૨૩૨૨.
૪. મંત્રીએ કહ્યું - પુણ્ય એ પ્રમાણ છે, આંધળા વ્યક્તિની ક્રિયાની જેમ નિષ્ફળ એવા પુરુષાર્થ વડે કરીને શું ? - જે કારણથી શાસ્ત્રમાં પણ કહેવાય છે -૨૩૨૩.
૧. આકૃતિ ફળતી જ નથી. કુલ નહીં, શીલ નહીં, વિદ્યા પણ નહીં અને પ્રયત્નપૂર્વક કરાયેલી સેવા પણ ફળતી નથી. ખરેખર પૂર્વકાળમાં કરાયેલ તપ વડે એકઠું કરેલું ભાગ્ય (પુણ્ય) વૃક્ષની જેમ પુરુષને અવસરે ફળે છે. ૨૩૨૪. : ૫. ત્યારે રાજાએ કહ્યું - જો એ પ્રમાણે હોય તો તે વ્યાપારનો ત્યાગ કર (પુરુષાર્થનો ત્યાગ કર) અને ક્યાંક પણ જા પરંતુ ઘરે જવું નહીં. ૨૩૨૫.
૩. પુણ્યનું પ્રમાણ માનનાર, ત્યાગ કર્યો છે સર્વ પરિવારનો જેણે એવો તે મંત્રી ત્યારે જ તે પગલાઓ વડે જ નગરની બહાર નીકળ્યો. ૨૩૨૩.
ઉપદેશ સતતિ ૨૯૪