________________
૧૨. ત્યારબાદ બે ઘડી થયે છતે સમાધિપૂર્વક પ્રતિક્રમણ કરીને સામાયિક પા૨ીને સઘળા સૈન્યને ચલાવ્યું. ૨૩૦૧.
૧૩. હાથી ઉપર રહેલ પણ તેના વડે પ્રયત્નપૂર્વક ત્યારે પ્રતિક્રમણ કરાયું. અન્યથા (જો એમ ન કર્યું હોત તો) તે સૈન્યને મળવા માટે જ શિથિલ
થાત. ૨૩૦૨.
૧૪. પ્રતિક્રમણ વેળાને વ્યતિપાત પણ સંભવી શકે (અર્થાત્ પ્રતિક્રમણ વહેલું મોડું પણ કરી શકત) પરંતુ ખરેખર સર્વ કાર્ય યથાયોગ્ય કાળે જ કરેલ શુભ છે. (શાસ્ત્રમાં કહેલ સમયે જ કાર્ય કરવું તે શુભ છે) આ પણ હેતુ હતો. ૨૩૦૩.
૧૫. હવે બંને પણ સૈન્યનું મોટું યુદ્ધ થયું. જેમ (સૈનિકોએ) પોત-પોતાના હાથી-ઘોડા-૨થ પાયદલ વગેરે મૂક્યાં. ૨૩૦૪.
૧૯. ત્યારે સજ્જન વડે તે પ્રમાણે યુદ્ધ કરાયું કે જે પ્રમાણે ક્ષણ માત્રમાં સમસ્ત મ્લેચ્છોની સેના કાગડો નાશે તેમ નાશી ગઈ. ૨૩૦૫.
૧૭. ત્યારે સજ્જનના શરીર પર મોટા દશ ઘા લાગ્યા. તેને ઉપાડીને દેવીની આગળ લઈ જવાયો. તેણીએ પણ આની ચિકિત્સા કરી. ૨૩૦૬.
૧૮. રેશમી વસ્ત્રના છેડાના પવન વડે તેને (સજ્જનને) પવન નાંખ્યો અને મોટા વૈદ્યોને બોલાવ્યા અને તેઓ વડે પ્રતિક્રિયા કરાઈ. ૨૩૦૭.
૧૯. દેવીની આગળ સુભટો વડે કહેવાયું. હૈ સ્વામિની ! આને શું કહેવાય છે ? રાત્રિમાં આ મંત્રી ‘એગિદિયા-બેઈંદિયા' વગેરે બોલતો હતો. ૨૩૦૮.
૨૦. સવારે તે પ્રમાણે યુદ્ધ કર્યું કે જે પ્રમાણે કોઈ સૈનિકોએ પણ ન કર્યું. પટરાણીએ સજ્જનને કહ્યું. તમે આ વિરૂદ્ધ કેમ કર્યું ? ૨૩૦૯.
ઉપદેશ સપ્તતિ ૨૯૨