________________
૬. ચોરી કર્યા વિના મારા વડે ભોજન ન કરવું. એ પ્રમાણે આને અભિગ્રહ છે. આ વિશેષ સંબંધ ફરીથી તે પ્રમાણે તમે જાણો. ૨૨૫૮.
૭. એક વખત દુષ્ટ બુદ્ધિવાળો આ ચોર સરોવરના કિનારે રહેલો જેટલામાં વિચાર કરે છે તેટલામાં આકાશમાં બે પગમાં બે પાદુકાને ધારણ કરેલ. ૨૨૫૯,
૮. ત્યાં કોઈ એક યોગી આવ્યો. તે બે પાદુકાને મૂકીને જેટલામાં સ્નાન વગેરે કરે છે તેટલામાં આ (ચોર) તે બે પાદુકાને લઈને આકાશમાં ઉડ્યો. ર૨૬૦.
૯. તે બે પાદુકાના પ્રભાવથી એકલો પણ (તે ચોર) અનેક ચોરીનું કાર્ય કરે છે. તે વિભુ ! આ (ચોર) નગરને દુષ્ટ રોગોની જેમ અસાધ્ય થયો. ૨૨૬૧.
૧૦. નગરની અધિષ્ઠાયિકા દેવીની આગળ સ્તુતિ કરતો એ પ્રમાણે કહે છે. હે દેવિ ! (ચોરીમાં જેટલું ધન મેળવીશ તેમાંથી) અડધા ધન વડે તારો ભોગ કરીશ અને અડધું ધન મારું થાઓ. ર૨૬૨.
૧૧. હે દેવી! જો તારી કૃપાથી મારી તે ચોરી સફળ થશે તો. તેણી વડે પણ અનુજ્ઞા અપાઈ. ત્યારબાદ આ સિદ્ધચોર (જ્યાં ચોરી કરે ત્યાં સિદ્ધિ મળે.) થયો. ૨૨૯૩. * ૧૨. જાણ્યા છે તેના મર્મને એવો, સારભૂત સૈનિકોથી પરિવરેલો રાજા હવે ક્યારેક દેવીના ભવનમાં આવીને છૂપી રીતે રહ્યો. ૨૨૬૪.
૧૩. ત્યારે તે ચોર કોઈનો પણ વિશ્વાસ નહીં કરતો બંને પાદુકાને બે હાથમાં રાખીને માતાની જેમ તે દેવીની પૂજા કરવા માટે આવ્યો. ર૨૯૫.
૧૪. રાજા જેટલામાં પ્રગટ થઈને તેના પર આક્રોશ કરે તેટલામાં તે (ચોર) બે પાદુકાને ધારણ કરીને પક્ષીની જેમ ઉડ્યો. ૨૨૭૭.
ઉપદેશ સપ્તતિ ૨૮૭