________________
“ ઉપદેશ-૧૨”
૧. હે ભવ્યલોકો ! સમતાભાવ વિના સામાયિક થાય તો એ નિરર્થક છે. કેસરીની જેમ તમારા વડે તે આરાધાય. તમને સઘળા સુખો પ્રાપ્ત થાય. ૨૨૪૮.
૧. બે ઘડી પર્યંત સમતાભાવપૂર્વક સામાયિકને કરતો શ્રાવક પણ આટલા પ્રમાણવાળું દેવતાનું આયુષ્ય બાંધે છે. ૨૨૫૦.
૨. બાણું ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસો પચીસ પલ્યોપમ અને સાતીયા આઠ ભાગ (૯૨,૫૯,૨૫,૯૨૫ ૭/૮ ભાગ) આટલું દેવતાનું આયુષ્ય બંધાય. ૨૨૫૧. -
૩. જે સમતાભાવથી રહિત સામાયિક કરે છે. વિમૂઢ બુદ્ધિવાળો એવો તે ખીરમાં મીઠું નાંખે છે. ૨૨૫૨:
૧. શ્રી નિવાસપુરમાં રિપુમર્દન એ પ્રમાણે (નામે) રાજા હતો. ત્યાં એકમાત્ર ધર્મમાં કુશલ સમરસિંહ નામે શ્રેષ્ઠી હતો. ૨૨૫૩.
૨. કેસરી નામે તેનો પુત્ર ઈર્ષ્યાલુ સ્વભાવવાળો, ઉદ્ધત, વ્યસનને સેવનારો, દુષ્ટ આચરણવાળો કુલમાં અંગારાની જેવો હતો. ૨૨૫૪.
૩. હવે પિતા વડે સર્વ લોકોની સાક્ષીપૂર્વક તે ઘરથી બહાર કઢાયો. નિરંકુશ એવો તે સર્વ લોકોના ઘરોમાં ચોરી કરતો હતો. ૨૨૫૫.
૪. એ પ્રમાણે તે નગરમાં તે ચોરી ફેલાયે છતે સભામાં બેઠેલા તે રાજાએ કહ્યું. આ (ચો૨) કોણ છે ? અથવા કોનો પુત્ર છે ? ૨૨૫૬.
૫. ત્યારે ત્યાં બેઠેલા તેના (ચોરના) પિતાએ હાથ જોડીને કહ્યું. હે સ્વામી ! આ મારો દુષ્ટ પુત્ર મારા વડે ઘરથી બહાર કઢાયેલો છે. ૨૨૫૭.
ઉપદેશ સપ્તતિ ૨૮૬