________________
૧૫. અત્યંત કાંતિના સમૂહથી યુક્ત ઢાંકી દીધો છે સૂર્ય જેણે એવો તે દેવ ત્યાં પણ અવધિજ્ઞાન વડે જાણીને શ્રી વીર પરમાત્માને વંદન કરવા માટે આવ્યો. ૧૭૨.
૧૦. પ્રભુએ યોજનાગામિની વાણી વડે પોતપોતાના સ્થાને બિરાજમાન ઈન્દ્રરાજા વિગેરેને વિષે ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો. ૧૭૩.
૧૭. જિનેશ્વર પરમાત્માની (વીર જિનની) સમીપમાં રહીને બીજા પ્રાણીઓને કોઢિયાનું રૂપ બતાવતા તેણે (દવે) દિવ્યચંદનના રસ વડે જિનેશ્વર પરમાત્માના શરીરને વિલેપન કર્યું. ૧૭૪.
૧૮. શ્રેણિક મહારાજા વિગેરે જાણે છે કે આ દુષ્ટ બુદ્ધિવાળો કોઈક કોઢિયો છે. અહો ! પોતાનાં દેહથી નીકળેલ પરૂ વડે વિલેપન કરે છે. ૧૭પ.
૧૯. અહીંથી બહાર ગયા પછી જિનેશ્વર પરમાત્માની આશાતનાને કરનાર તે પાપી મારા વડે ખરેખર મારવા યોગ્ય છે. એ પ્રમાણે ત્યારે રાજાએ વિચાર્યું. ૧૭૬.
૨૦. અહીં તે (દેવ) ૧. જિન ર. રાજા (શ્રેણિક) ૩. અભયકુમાર ૪. શૌકરિક કસાઈની પ્રતિ પૂર્વે કરાયેલ છીંકને ઉદ્દેશીને અનુક્રમે આ વાક્યોને બોલ્યો. ૧૭૭.
૨૧. ૧. તું જલ્દી મર ૨. તું જીવ ૩. લાંબા કાલ સુધી જીવ અથવા મર ૪. જીવ નહીં અથવા મર નહીં. તેથી રાજા ઘણો ક્રોધાયમાન થયો. ૧૭૮.
૨૨. દેશનાના અંતે ક્ષણ માત્રમાં વીજળીના પ્રકાશની જેમ તે કોઢિયો ગયે છતે રાજાએ શ્રી વીર પરમાત્માને પૂછ્યું. હે પ્રભો ! આ કોઢીયો કોણ હતો ? તે કહો. ૧૭૯.
૨૩. આટલી સભામાં પણ દુષ્ટ આશયવાળા જેણે (કોઢિયાએ) આપની પણ આ પ્રમાણે આશાતના કરી. નિશ્ચયે તેનું મસ્તક છેદવા યોગ્ય છે. ૧૮૦.
ઉપદેશ સપ્તતિ ૨૫