________________
૧૯. વળી ભદ્રક પોતાના નિયમનું પાલન કરીને સૌધર્મ દેવલોકમાં વિશાલ સમૃદ્ધિવાળો દેવ થયો. અહો ! તેઓનું ભિન્ન-ભિન્ન હલ થયું. ૨૨૩૧.
*૧૭. ત્યાર બાદ શ્રાવકનો જીવ ક્યાંક નિર્ધન બ્રાહ્મણનો પુત્ર થયો. મિથ્યાત્વીનો જીવ શ્રીપુંજ નામે તેનો નાનો ભાઈ થયો. ૨૨૩૨.
૧૮. ત્યાં કુલમાં રાત્રિ ભોજન વગેરે કાર્યમાં આસક્ત એવા તે બંને ક્યારેય શ્રી જૈનધર્મની ગંધને પણ જાણતા નથી. ૨૨૩૩.
૧૯. એક દિવસ ઉપયોગ મૂકેલ ભદ્રક દેવે તે બંનેને એકાંતમાં પોતપોતાના પૂર્વભવને જણાવવા વિગેરેને કર્યું. ૨૨૩૪.
૨૦. ત્યાર બાદ બોધ પામેલા તે બંને વડે રાત્રિ ભોજનનો નિયમ તે પ્રમાણે જ સ્વીકારાયો અને દેવ વડે દૃઢ કરાયો. ર૨૩૫.
જે કહ્યું છે -. *
૧. (જે) પાપથી અટકાવે છે, હિતમાં જોડે છે, ગુપ્તનું રક્ષણ કરે છે, ગુણોને પ્રગટ કરે છે, આપત્તિમાં પડેલાને છોડી દેતો નથી; અવસરે આપે છે. આ સારા મિત્રના લક્ષણ છે. (એ પ્રમાણે) ધીર પુરુષો કહે છે. ૨૨૩૬. : ૨૧. પિતા વગેરે ઘણું કહેતે છતે પણ પોતાના નિયમમાં દઢ એવા તે બંનેને સર્વ ભોજનના ત્યાગમાં ત્રણ ઉપવાસ થયા. ૨૨૩૭.
૨૨. તે બંનેના નિયમના મહિમાની વૃદ્ધિને માટે તે દેવ વડે ત્યાંના રાજાને ઘણી જઠરની પીડા કરાઈ. ૨૨૩૮. .
- ૨૩. જેમ-જેમ પ્રતિકાર કરાય છે તેમ-તેમ આની વ્યાધિ અગ્નિની જ્વાલા જેમ ઘી વડે વધે છે તેમ ઘણી વધે છે. ૨૨૩૯.
ઉપદેશ સપ્તતિ ૨૮૪