________________
૭. ક્યારેક સૂર્યાસ્ત થયે છતે બે ઘડીની (૪૮ મિનિટની) વચમાં (સૂર્યાસ્ત અંદર) ભોજન કરે છે. સવાર અને સંધ્યાકાળને આ જાણતો છતો પણ નહીં જાણતાની જેવો થયો. ૨૨૨૨.
૮. ભદ્રક પોતાના નિયમને સમ્યગુ રીતે આરાધતો હતો. વળી શ્રાવકનું કુટુંબ પણ શિથિલ થયું. ૨૨૨૩.
૯. એક વખત ભદ્રક અને શ્રાવક રાજ્યકાર્યાદિમાં વ્યગ્ર હોવાથી સાયકાળે મોડા ઘરે આવ્યા. ૨૨૨૪.
૧૦. ભદ્રકે સૂર્યાસ્ત થવાથી ભોજન નહીં જ કર્યું. વળી ત્યારે શ્રાવકે કુટુંબની પ્રેરણાના વશથી ભોજન કર્યું. ૨૨૨૫.
૧૧. ત્યારે અશનાદિનું ભોજન કરતાં તે શ્રાવકના ભોજનમાં માથામાંથી જૂ પડી અને (શ્રાવક) તેવો આહાર વાપર્યો. ૨૨૨૩.
૧૨. ત્યાર બાદ ગાઢ જલોદરની વ્યાધિથી પીડાયો અને આ નિયમની વિરાધના કરીને એ મરીને બિલાડો થયો. ૨૨૨૭.
: ૧૩. તે ભવમાં પણ દુષ્ટ કુતરા વડે કદર્થના કરાતો તે (બિલાડો) મરીને - પહેલી નરકમાં ગયો (ત્યાં પણ) ઘણા દુઃખો સહ્યા. ૨૨૨૮.
૧૪. રાત્રિ ભોજનમાં આસક્ત તે મિથ્યાત્વી પણ ક્યારેક વિષવાળા આહારને ભોગવવા વડે ધીરે-ધીરે તૂટેલા આંતરડાવાળો થયો. ૨૨૨૯.
૧૫. તે અત્યંત પીડા વડે પીડાતો ઘણા કાળે મરણ પામ્યો અને બિલાડો નારક પહેલી નરકમાં મિત્રની જેમ થયો. ૨૨૩૦.
ઉપદેશ સપ્તતિ ૨૮૩