________________
૨૭. ધર્મકાર્યમાં દૃઢ લોકોને કરમુક્ત કર્યા. સર્વ ઠેકાણે પણ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા થઈ. જેવો રાજા તેવી પ્રજા. ૨૨૦૯.
*૨૮. તેણે પાંચસો મંદિરો કરાવ્યા અને તેઓમાં રત્નમય પ્રતિમા સ્થાપન કરાઈ. ૨૨૧૦.
૨૯. અખંડિત છે પોતાનો નિયમ જેને તથા જિનેશ્વરની આજ્ઞાને નહિ ખંડન કરતા એવા તેણે જિનેશ્વર પરમાત્માની નિશ્રા વડે લાંબા કાળ સુધી રાજ્યને અખંડ રીતે ચલાવ્યું. ૨૨૧૧.
૩૦. એ પ્રમાણે પરિગ્રહ રૂપી સાગરને કાબૂમાં લઈને તે રાજાએ મોક્ષ પદને પ્રાપ્ત કર્યું. તેથી જો તમે પણ સુખને ઈચ્છતા હો તો જલ્દીથી પરિગ્રહના નિયમને કરો. ૨૨૧૨.
॥ એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં દસમો ઉપદેશ છે. ।।
ઉપદેશ સપ્તતિ ૨૮૧