________________
“ઉપદેશ-૧૦” ૧. પરિગ્રહરૂપી વિશાલ શિલાનું આલંબન લેનારા લોકો સંસાર રૂપી મોટા સમુદ્રમાં પડે છેવળી વિદ્યાપતિની જેમ બુદ્ધિશાળીઓ સંતોષ રૂપી વજ વડે તેને (પરિગ્રહરૂપી વિશાળ શિલાને) ભેદીને તરે છે. ૨૧૮૨.
૧. પોતન નામના નગરમાં અત્યંત પરાક્રમવાળો શૂર નામે રાજા હતો. વિદ્યાપતિ શ્રેષ્ઠી (હતો). તેને શૃંગારસુંદરી નામે પત્ની હતી. ૨૧૮૩.
૨. એક વખત સ્વપ્નમાં લક્ષ્મીદેવીએ કહ્યું હે વત્સ ! હું દશમે દિવસે જઈશ. તું ઘણા કાળ સુધી (મારાથી) છૂટો કરાય છે. ૨૧૮૪.
૩. લક્ષ્મીના નાશમાં (નાશ હોતે છતે) શી રીતે કરશું એ પ્રમાણે ચિંતાતુર, જાગેલા તેણે પણ પત્નીને તે વત્તાંતને જણાવ્યો. ૨૧૮૫.
૪. વિશુદ્ધ બુદ્ધિવાળી તેણીએ પણ કહ્યું. જો એ પ્રમાણે (હોય તો) સઘળી પણ તે (લક્ષ્મી) સુપાત્રદાન વગેરેમાં વ્યય કરવી જોઈએ. નહિતર ખરેખર આમ પણ જવાની છે. ૨૧૮૬. - પ. હવે તે શ્રેષ્ઠીએ સઘળા ધનનો વ્યય કરવા માટે આરંભ કર્યો તો પણ કૂવાના પાણીની જેમ નિરંતર (ધન) વધે છે. ૨૧૮૭.
૬. જેમ-જેમ વ્યય કરે તેમ-તેમ તેના ઘરમાં વૃદ્ધિ થાય. આપવા છતાં પણ સરસ્વતીનો ભંડાર શું હીન થાય ? ૨૧૮૮.
૭. મંદિરમાં જિનેશ્વર પરમાત્માની સમક્ષ તે દંપતીએ પરસ્પર પરિગ્રહ વ્રતમાં એ પ્રમાણે પ્રમાણને ગ્રહણ કર્યો. ૨૧૮૯.
૮. ત્રિકાળપૂજા, બે ટંક પ્રતિક્રમણ અને દાન આપીને ભોજન કરવું. બે જોડ કપડા (વસ્ત્રો અને એક શૃંગારસુંદરી (પત્ની એ પ્રમાણે ગ્રહણ કર્યું.) ૨૧૯૦.
ઉપદેશ સપ્તતિ ૨૭૮